હિંસા ગ્રસ્ત મણીપુરમાં વહેલી તકે શાંતિ સ્થપાય અને ભાઈચારાનું વાતાવરણ સર્જાય તે માટે યોજવામાં આવેલ સર્વ ધર્મ પ્રાર્થના
નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 ઓગસ્ટ 2023:
માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ,રમિન્દ્ર બગ્ગા, યશ ચૌધરી,પ્રભાતસિંહ રાજપુત, નોએલ ક્રિશ્ચિયન એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવે છે કે, ૨૬ મી ઓગસ્ટ ૧૯૧૦ માં જન્મેલા “સેન્ટ મધર ટેરેસા” ભારત સહિત વિશ્વના લાચાર,અશક્ત,કુષ્ટ રોગી,દુઃખી લોકોની સેવા કરી પ્રેમ આપનાર મધર ટેરેસા ને ભારત રત્ન નોબલ,નોબેલ પુરસ્કાર,પદ્મશ્રી વગેરે થી નવાજવામાં આવ્યા હતા.
સમગ્ર વિશ્વમાં શાંતિ અને માનવસેવા નો સંદેશો આપ્યો હતો કરુણા અને વાત્સલ્ય ની સાક્ષાત મૂર્તિએ વિશ્વમાં નવી ચેતના અને નવું ગૌરવ પૂરું પાડ્યું હતું ભારત સહિત સમગ્ર વિશ્વમાં જેમની ગણના કરુણા મૂર્તિ અને ગરીબોના મસિહા તરીકે થાય છે તેવા ભારત રત્ન કરુણા મૂર્તિ સેન્ટ મધર ટેરેસા ની ૧૨૩ મી જન્મ જયંતી ને “માનવતા દિન” તરીકે ઉજવવામાં આવ્યું હતું. જન્મદિન નિમિત્તે ભદ્ર સ્થિત તેમની પ્રતિમાને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની અને કરુણાસભર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત હિંસા ગ્રસ્ત મણીપુરમાં મારા ઘરે નાગરિકોની આત્માને શાંતિ મળે તે માટે તેમજ મણીપુરમાં વહેલી તકે શાંતિ સ્થપાય અને શરણાર્થીઓ કેમ્પમાં રહેતા લોકો પોતાના ઘરે જઈ શકે તેવું ભાઈ ચરણનું વાતાવરણ સર્જાય તે માટે સર્વ ધર્મ પ્રાર્થના યોજી અપીલ પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં અગ્રણી શ્રી જ્યોર્જ ડાયસ,સિસ્ટર ઈન્દીરા,સિસ્ટર બેડીકતા,રમિન્દ્ર બગ્ગા,પ્રવિણસિંહ દરબાર,યશ ચૌધરી, પુષ્પાબેન ડી કોસ્ટા,વિલ્સન લેવિસ,જયોજૅ ફનાૅન્ડીઝ, પ્રભાતસિંહ રાજપુત,પોલ મેકવાન,નોએલ ક્રિશ્ચિયન,દુરઈ સ્વામિ, કમલેશ સોલંકી, શુભમ રાય, શમીમ બેગવાલા,ભદ્રેશ મેકવાન, મહેન્દ્ર બીજવા, અનવર ભાઇ કુરેશી વગેરેમાંથી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #bharatratnakarunamurti123rdbirthanniversaryofsaintmotherteresa #humanityday #ahmedabad