નીતા લીંબાચિયા, અમદાવાદ.
09 ઓગસ્ટ 2023:
મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાપે અશુભ મુહૂર્તમાં બનેલા અને ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા દાખલા નું હાટકેશ્વર બ્રિજ તોડવાના મામલે નાગરિકો આંદોલન માર્ગે : ૯ મી ઓગસ્ટ ક્રાંતિ ભારત છોડો ની જેમ “તારીખ આપો…બ્રિજ તોડો”ના સૂત્ર સાથે ક્રાંતિ દિન ઉજવણી કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભ્રષ્ટાચાર ના પ્રતીક સમાન હાટકેશ્વર બ્રિજ બનાવવા સિમેન્ટ ચોરી સહિતનું મોટાપાયે થયેલ ભ્રષ્ટાચાર હવે જગ જાહેર થયો છે સત્તાધારી ભાજપ એ પણ તેનો સ્વીકાર કર્યો છે અને લોકો માટે જોખમી એવો આ બ્રિજ તોડી નાખવાનો નિર્ણય કરવો પડેલ છે પરંતુ સત્તાધારી ભાજપને એની શરમ આવતી હોય તેમ પુલ તોડવાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવતી નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાપે અશુભ મુહૂર્તમાં બનેલા અને ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા દાખલા નું હાટકેશ્વર બ્રિજ તોડવાના મામલે ૯મી ઓગસ્ટ “ક્રાંતિ દિવસ”ના નારા અંગ્રેજ “ભારત છોડો” ની જેમ “તારીખ બોલો..બ્રિજ તોડો..”ના સૂત્ર હેઠળ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ત્રિકમ, પાવડો, કોષ અને તગારા સાથે અનોખો વિરોધ પ્રદર્શન યોજી બ્રિજ તોડવા જતા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ કોંગ્રેસ કાર્યકરોશ્રી રમેશ ભીલ,અનિલ વર્મા,દુરઈ સ્વામી ગ્રામીણ,અરવિંદ પટેલ,અમરભાઈ ખૈરે,માધુભાઈ ખૈરે,મહેશભાઈ જીલપે ની ધરપકડ કરી ખોખરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા કાર્યક્રમ માં શ્રી રાજેન્દ્ર સેંગલ,અપૂૅવ પટેલ,યશ ચૌધરી, મહેન્દ્ર બિજવા,કૌશિક પ્રજાપતિ,સુનિલ કોરી,સતિષ રાઠોડ,શુભમ રાય વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે પુલ ની આજુબાજુ વ્યાપાર કરતા નાના-મોટા વ્યાપારીઓ,દુકાનદારો, વાહન ચાલકો,રાહદારી ઓ અને સ્થાનિક નાગરિકો ટ્રાફિક ગીચતા ના કારણે હેરાન પરેશાનથઈ રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્ત ૧૨.૩૯. માં ઉમેદવારી પત્ર ભરતા હોય છે તેમ કોઈ એક ચોક્કસ દિવસ નક્કી કરી ૧૨.૩૯ ના ભ્રષ્ટાચારી મુહૂર્ત માં બ્રિજ તોડવાનું કામ શરૂ કરવું જોઈએ જેટલી ઉતાવળ પુલ ના શિલાયન્સ વખતે કરવામાં આવે છે.
તેટલી ઉતાવળ ભ્રષ્ટાચારના આ હલકા અને નબળા પુલને તાકીદે તોડવા માં નહી આવે તો મોટી હોનારત સજાૅવાની અને નિદોૅષ નાગરીકો નો ભોગ લેવાય તેવી દહેશત રહેલી છે માટે તાકીદે બ્રિજ તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કરે તેવી માગણી કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #georgedias #hatkeshwarbridge #ahmedabad