"જમ્મુ અને કાશ્મીરના તાનમંડી તાલુકામાં લગભગ ૧૨ શૈક્ષણિક સંસ્થાઓના હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ 'હર ઘર તિરંગા' માટેની કૂચમાં ભાગ લીધો."
નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 ઓગસ્ટ 2023:
બેંગલોર,ઓગસ્ટ ૧૪: જમ્મુ અને કાશ્મીરના તાનમંડી તાલુકાના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો.”તિરંગા સાથે કૂચ-હર ઘર તિરંગા”માં ૧૨ શૈક્ષણિક સંસ્થાઓના હજાર કરતાં વધારે યુવાઓએ ૧૨ મી ઓગસ્ટે એક લાંબી કૂચમાં ભાગ લીધો. શ્રી શ્રી મીડિયાના ઉદય ક્રિષ્ના જી ના માધ્યમ થી વધુ માહિતી આપતા ડૉ રાજેશ ભોજક એ જણાવ્યું હતું કે..
આ ભવ્ય કૂચ ભારતના ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે શુભારંભ બની રહી.તેનું આયોજન આર્ટ ઓફ લિવિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કૂચે યુવાન નાગરિકોને દેશ માટેના પોતાના ગહન પ્રેમ અને આદરને વાચા આપવાની તક આપી. કાર્યક્રમને ઓપ આપતાં આર્ટ ઓફ લિવિંગના યુવા નેતાગીરી તાલિમ કાર્યક્રમની છોકરીઓ દ્વારા રજુ કરવામાં આવેલ એક અભિવ્યક્તિએ લોકોના દિલ જીતી લીધા.કૂચ કરતી મુસ્કાન નામની છોકરીએ જણાવ્યું,”અમે આ કાર્યક્રમ માટે ખૂબ ઉત્તેજિત અને ઉત્સાહી છીએ. અમારા માટે એકત્રિત થઈને આપણા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે આ એક મોટી તક છે.”
આર્ટ ઓફ લિવિંગ વિવિધ સામાજિક પડકારોનો ઉકેલ લાવવા કામ કરતું આવ્યું છે.કૌશલ્ય વિકાસ કાર્યક્રમ યુવાઓને વિવિધ ક્ષેત્રો,જેમ કે, મોબાઈલનું સમારકામ,સૌર ઊર્જા માટે પેનલ નાંખવી અને ઈલેક્ટ્રોનિક્સમાં તાલિમ આપીને સશકત બનાવે છે.એનાથી નોકરીની તકો પ્રાપ્ત થાય છે તથા ઉદ્યોગ સાહસિકતા ખીલે છે.નૈસર્ગિક ખેતીનો કાર્યક્રમ પર્યાવરણને અનુરુપ ખેતીને પ્રોત્સાહન આપે છે.એમાં રસાયણમુક્ત પાક લેવામાં આવે છે.
અને એ રીતે માટીની ગુણવત્તાનું પુનઃસ્થાપન થાય છે.આના પર્યાવરણલક્ષી તથા આર્થિક ફાયદા મળે છે.જેલનો કાર્યક્રમ જેલવાસીઓનું સામાજિક પ્રવાહમાં પુનઃસ્થાપન સરળ બને તે માટે યોજાય છે.તેનાથી તેમની માનસિક તંદુરસ્તી પોષાય છે અને સમાજમાં તેઓનું સહેલાઈથી પુનઃવિલિનીકરણ શક્ય બને છે.
#bharatmirror #bharatmirror21 #news #jammuandkashmir #tanmandi #harghartiranga #ahmedabad