પૂરા વિશ્વમાં ભારતનો ડંકો ચંદ્ર ઉપર
ચંદ્ર તારા ધાટ પર, ભૈ ભારતની ભીડ, ઈસરો ચંદ્રયાન ઉડાડે ભારત કરે જયકાર.
આજ ત્રિરંગા ચાંદ પર જય હો ભારતમાં કી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 ઓગસ્ટ 2023:
આજે પૂરા દેશમાં અને સોલા ભાગવત ખાતે હેપ્પીનેશ યોગાશાળામાં ચંન્દ્રયાન-૩ના સફળ લોન્ચિંગ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ કરાયા હતા. વિશ્વ માં ભારતનું ગૌરવ સ્થાપિત કરવાની આ ક્ષણ દરેક ભારતીયો માટે ખુબજ સુખદ ક્ષણ છે. મહામૃત્યુંજય મંત્ર ચંન્દ્રયાન-૩ ના લોન્ચિંગ ને સફળતા અપાવે તેવી પ્રાર્થના દરેક ભારતીયો કરી રહ્યા હતા. તે ગર્વની ક્ષણ જેના માટે વૈજ્ઞાનિકો ચાર વર્ષ થી મહેનત કરી રહ્યા હતા તે આજે સફળ થઈ ને ચંન્દ્રયાન-૩નું સફળ લોન્ચિંગ કરીને પૂરા વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. કરોડો ભારતીયો ના સપના, વૈજ્ઞાનિકો ના વિશ્વાસ અને દેશની આશાઓ આજે ઉજાગર થઈ છે. દેશ માટે આજનો ઐતિહાસિક દિવસ છે.

આપણા મહાન અને ગૌરવવંતા ભારતના મહત્વકાંક્ષી અભિયાન ચંદ્રયાન ૩નું પૃથ્વીથી નજીકના ગ્રહ ચંદ્રમા ની ધરતી પર આજરોજ તારીખ ૨૩/૦૮/૨૦૨૩ના રોજ સફળ ઉતરાણ થયું. આ ઉતરાણ ની સફળતા માટે આપના પ્રતિભાશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહિયોગ અને વિજ્ઞાનીઓ ના ઉસ્સાહ અને હિંમત વધારી ને હરપલ ઇસરોના સાથે રહીને ભારતે આ અદ્ભુત મિશન પૂરું પાડ્યું છે.

આપણા મહાન વૈજ્ઞાનિકો, આપણી ઈસરો (ISRO) સંસ્થા અને આપણા ભારત ભાગ્ય વિધાતા સમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ આજે કરી બતાવી છે. આપણો દેશ દુનિયામાં આજે સર્વોપરી બનવાની ક્ષમતા ધરાવવામાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સામર્થ્ય ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #successfullaunchofchandrayaan-3 #chandrayaan-3 #ahmedabad
