નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 સપ્ટેમ્બર 2023:
યશસ્વી પ્રધાનમંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિન પ્રસંગે રાજ્યમાં ૭૩ સ્થળો પર ૭૩,૦૦૦ યોગસાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સૂર્યનમસ્કારના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો થકી ભારતીય સંસ્કૃતિની દેન એવા ‘યોગ’ વિશ્વફલક સુધી પહોંચ્યા છે અને ૨૧મી જૂનને ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે માન્યતા મળી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વડાપ્રધાનશ્રીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે આગામી તા. ૧૬ તથા ૧૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ૭૩ સ્થળો પર ૭૩,૦૦૦ યોગસાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સૂર્યનમસ્કારના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગાંધીનગર ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ શ્રી ઋચિરભાઈ ભટ્ટજી ઉપસ્થિત રહેવાના છે .
#bharatmirror #bharatmirror21 #news #primeministershrinarendrabhaimodi73rdbirthday #gadhinagar #ahmedabad