શહીદે એ આઝમ વીર ભગતસિંહ ની ૧૧૪ મી જન્મ જયંતી એ “ભારત રત્ન” આપવા ની માગણી સાથે કેક કાપી કરવામાં આવેલ ઉજવણી તેમજ મણીપુરમાં શાંતિ સ્થાપાય તે માટે યોજવામાં આવેલ સર્વ ધર્મ પ્રાર્થના
નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 સપ્ટેમ્બર 2023:
પંજાબના લ્યાલપુર ખાતે ૨૮મી સપ્ટેમ્બર ૧૯૦૭ માં જન્મેલા દેશને અંગ્રેજોના દમનથી મુક્તિ અપાવવા માટે પોતાના પ્રાણો ની આહુતતી આપનાર મહાન ક્રાંતિકારી અને કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત શહિદ-એ-આઝમ વીર ભગતસિંહ ની ૧૧૪ મી જન્મ જયંતી નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ખોખરા સર્કલ ખાતે આવેલી વીર ભગતસિંહની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા તબલા વાદક,ગાયક કલાકાર, રમતવીર,રાજનેતા વગેરે ને “ભારત રત્ન”થી સન્માનિત કરવામાં આવ્યા છે તો જેમના થકી આપણને આઝાદી મળી અને ભારતની આઝાદીમાં પાયાનું જેમનું મહત્વનું યોગદાન છે તેવા શહીદ વીર ભગતસિંહ ને મરણોત્તર “ભારત રત્ન”થી સન્માનિત કરવા ની માગણી કરવામાં આવી હતી
હિંસા ગ્રસ્ત મણીપુરમાં વહેલી તકે શાંતિ સ્થપાય અને ભાઈચારાનું વાતાવરણ સર્જાય તે માટે પંડિત અશોક શાસ્ત્રી ,પંડિત ઈશ્વરભાઈ જોશી,રફીક શેખ,રમિન્દ્ર બગ્ગા દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી
કાર્યક્રમમાં શ્રી જ્યોર્જ ડાયસ, પંડિત અશોક શાસ્ત્રી,રમેશભાઈ પરમાર,સતિષ ચંદ્ર પરમાર, પંડિત ઈશ્વરભાઈ જોશી,રમેશભાઈ ભીલ,રાજેશ પંજાબી,રમીન્દ્રસિંહ બગ્ગા ,સંજય સામેત્રિયા,રફીક શેખ,પુષ્પાબેન ડીકોસ્ટા,મહેન્દ્ર ભાઈ બીજવા, કૌશિક પ્રજાપતિ,શ્યામબાબુ શમૉ,,રાજેશ આહુજા, દુરઈ સ્વામી અરવિંદ પટેલ,અમરભાઈ ખૈરે,અરુણ પવાર,સંજય મેકવાન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #shahidbhagatshih #bharatratn #ahmedabad