નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 જુલાઈ 2024:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની તા. 22-7-2024 ના રોજ મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં વર્ષ 2024-25 માટે માનદ મંત્રી, માનદ મંત્રી (રીજિયોનલ) અને માનદ ખજાનચીની બિનહરીફ ચૂંટણી થઇ હતી અને માનદ મંત્રી તરીકે શ્રી ગૌરાંગ ભગત, માનદ મંત્રી (રીજિયોનલ) તરીકે શ્રી જીગ્નેશ કારિયા અને માનદ ખજાનચી તરીકે શ્રી સુધાંશુ મહેતા સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તા. 13-07-2024 ના રોજ મળેલ વાર્ષિક સામાન્ય સભામાં ચેમ્બરના પ્રમુખ તરીકે શ્રી સંદીપ એન્જીનીયર; સિનિ. ઉપ-પ્રમુખ તરીકે શ્રી રાજેશ ગાંધી તથા ઉપ-પ્રમુખ તરીકે શ્રી અપૂર્વ શાહ ને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે શ્રી અજયભાઇ પટેલે તત્કાલીન પૂર્વ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
વર્ષ 2024-25 ના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો નીચે મુજબ રહેશે.
શ્રી સંદીપ એન્જીનીયર
(પ્રમુખ)
શ્રી રાજેશ ગાંધી
(સિનિયર ઉપ-પ્રમુખ)
શ્રી અપૂર્વ શાહ
(ઉપ-પ્રમુખ)
શ્રી અજય પટેલ
(તત્કાલીન પૂર્વ પ્રમુખ)
શ્રી ગૌરાંગ ભગત
(માનદ મંત્રી)(માનદ મંત્રી) રીજિયોનલ
શ્રી સુધાંશુ મહેતા
(માનદ ખજાનચી)