નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 ઓગસ્ટ 2024:
GCCI બિઝનેસ વુમન કમિટિ દ્વારા તેઓનો લીડરશીપ હેન્ડ્સ ચેન્જ સમારોહ તારીખ 12મી ઑગસ્ટ, 2024ના રોજ GCCI પ્રિમાઇસિસ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે આયોજિત થયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ડો. તેજલબેન અમીન, ચેરપર્સન, નવરચના એજ્યુકેશન સોસાયટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી પ્રાચી પટવારીએ વર્ષ 2024-25 માટે બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન નો હોદ્દો આઉટગોઇંગ ચેરપર્સન શ્રીમતી. કાજલ પટેલ પાસેથી સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જીસીસીઆઈના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે મુખ્ય મહેમાન શ્રીમતી તેજલબેન અમીનનું તેમજ અન્ય મહેમાનો અને સભ્યશ્રીઓનું સ્વાગત કર્યું હતું. તેઓએ આઉટગોઇંગ ચેરપર્સન કાજલબેન પટેલને તેમના નેતૃત્વ માટે અને વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ સફળ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપ્યા હતા. તેમણે આગામી ચેરપર્સન શ્રીમતી પ્રાચીબેન પટવારીને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે આપણા દેશને યુએસ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની પ્રધાનમંત્રીશ્રીની વિઝનને ફળીભૂત કરવા બાબતે રાજ્ય તેમજ દેશના મહિલા ઉદ્યોગસાહસિકોની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ મહિલા ઉદ્યોગસાહસિકોને તેમની ઉચ્ચતમ ક્ષમતામાં વધારો કરવા માટે સશક્તિકરણ, તાલીમ અને સુવિધા આપવા માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમજ GCCIના નોમિનલ સભ્યો માટેના મિશન અંગે કાર્ય કરવા પણ પ્રોત્સાહન આપ્યું હતું કે જેથી નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને GCCI થકી મદદરૂપ થઇ શકાય. પ્રમુખશ્રીએ વિવિધ MSME એકમોને પ્રોત્સાહિત કરવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો તેમજ કૌશલ્ય વિકાસ અને આરોગ્ય અને શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કર્યો હતી. તેઓએ કાર્યક્રમમાં સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ માટે અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા આઉટગોઇંગ BWC ચેરપર્સન કાજલ પટેલે GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા હાથ ધરાયેલા વર્ષભરના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. શ્રીમતી કાજલબેને તેમના નેતૃત્વ દરમિયાન આયોજિત થયેલ અનેકવિધ પ્રવૃત્તિઓનું વિડિઓ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું જેને સૌ સભ્યોએ બિરદાવ્યું હતું.
BWC ચેરપર્સન તરીકેનો ચાર્જ સ્વીકારતા પ્રાચી પટવારીએ GCCI મિશન “Grow Business & Transform Gujarat” નો ઉલ્લેખ કર્યો હતો અને BWC દ્વારા આ મિશનની સફળતા બાબતે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. પ્રાચીબેને તેઓના વક્તવ્યમાં ત્રણ “L” એટલેકે લર્નિંગ, લીડરશીપ અને તે થકી પ્રાપ્ય “લિવરેજ” પર ભાર મૂક્યો હતો તેમજ સભ્યશ્રીઓને અનુરોધ કર્યો હતો કે તેઓએ આ પ્રભુત્વ મેળવવું જોઈએ. તેઓએ જીસીસીઆઈ લીડરશીપ અને પ્રમુખ શ્રી સંદીપભાઈનો તેમનામાં મૂકેલા વિશ્વાસ બદલ આભાર માન્યો હતો અને “વિકસિત ભારત” ના વિઝન તરફ મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્તિકરણ, તાલીમ અને સુવિધા આપવા માટે વર્ષભર પ્રવૃત્તિઓ હાથ ધરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્ય અતિથિ શ્રીમતી. તેજલબેન અમીને આઉટગોઈંગ ચેરપર્સન કાજલબેન પટેલ તેમજ તેઓની ટીમને વુમન એમ્પાવરમેન્ટની વિવિધ ઉત્કૃષ્ઠ પ્રવૃત્તિઓ માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તથા આગામી ચેરપર્સન શ્રીમતી પ્રાચીબેન પટવારી તથા તેઓની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ તે બાબતની નોંધ લીધી હતી કે હાલમાં દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકોનું યોગદાન લગભગ 14% છે અને મહિલા MSMEsનું યોગદાન લગભગ 20% છે જે તેઓમાં રહેલ સંભાવનાઓ કરતાં ઓછું છે અને આ બાબતે આપણા લોકશાહી દેશમાં બધાને પ્રાપ્ય તકો તેમજ સંસાધનોનો લાભ લેવાની જરૂર છે.
તેઓએ આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તમામ નાગરિકોના જીવનધોરણને ઉચ્ચતર કરવાની જરૂરિયાત વિશે ભાર મુક્યો હતો કે જેથી વ્યક્તિઓ, સમાજ અને દેશમાં ઉપબ્ધ તકનો ઉપયોગ કરી શકાય. તેમણે ખાસ કરીને પાયાના સ્તરે મહિલાઓને મદદ અને સશક્તિકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ તેઓના નવરચના એજ્યુકેશન સોસાયટી ફાઉન્ડેશનનો તેમજ તેઓના વિવિધ કૌશલ્ય વિકાસ અને શિક્ષણ અંગેના કાર્યોનો પણ પરિચય આપ્યો હતો.
બિઝનેસ વુમન કમિટિ સભ્ય શ્રીમતી ગોપીબેન ત્રિવેદી દ્વારા આભારવિધિ બાદ સમારોહનું સમાપન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #bwc #msme #leadershipndschangeceremony #gccibusinesswomencommittee #growbusiness&transformgujarat #ahmedabad