નીતા લીંબાચિયા, અમદાવાદ.
27 ઓગસ્ટ 2024:
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પદાધિકારીઓની આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મિટિંગ થઇ હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી GCCIના નવા હોદેદારોને અભિનંદન પાઠવી આવકાર્યા હતા. આ મિટિંગમાં પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર, ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ, માનદ્ મંત્રી શ્રી ગૌરંગ ભગત, અને માનદ્ ખજાનચી શ્રી સુધાંશુ મેહતા હાજર રહ્યા હતા.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે GCCIના પદાધિકારીઓ સાથે ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ જેમાં ખાસ કરીને MSME અને SMEs સેકટરના વિકાસ માટે ચર્ચા કરી હતી. ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગ માટે વધુ અનુકૂળ અને ઔદ્યોગિક પ્રગતિને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ માનનીય મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #cmbhuprndrabhaipatel #smse #gadhinagar #ahmedabad