નીતા લીંબાચિયા, અમદાવાદ
.31 ઓગસ્ટ 2024:
જીસીસીઆઈ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન સામે “વીમા” અંગેના વ્યાપાર-ઉદ્યોગના ક્લેમની રજુઆત કરવા તેમજ તે અંગે રાહત પ્રાપ્ત કરવા બાબતે પડતી મુશ્કેલી ના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા ખાસ “ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્ક” ની સ્થાપના કરવામાં આવેલ છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાત રાજ્યમાં થયેલા અભૂતપૂર્વ વરસાદ તેમજ પૂર જેવી પરિસ્થિતિ ને કારણે વેપાર અને ઉદ્યોગને નાણાકીય તેમજ અન્ય પ્રકારે મોટા નુકસાનનો સામનો કરવો પડેલ છે. આવા તમામ વ્યાપાર-ઉદ્યોગ એકમોને તેઓના વીમા અંગેના દાવા તૈયાર કરવા અને સંબંધિત અધિકારીઓ સમક્ષ તેની રજુ કરવા બાબત મદદરૂપ થવાના આશયથી GCCI દ્વારા ખાસ “”ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્ક” ની સ્થાપના કરવામા આવેલ છે.
GCCI “ઇન્શ્યોરન્સ ટાસ્કફોર્સ” અને “મહાજન સંકલન ટાસ્કફોર્સ” દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવેલ છે જે વિવિધ વ્યાપાર-ઉદ્યોગ માટે ખુબ જ મદદરૂપ સાબિત થશે.
સમગ્ર ગુજરાતમાંથી વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેઓના વીમા દાવા સબમિટ કરવા અથવા આ સંદર્ભે માર્ગદર્શન મેળવવા માટે GCCI નો સીધો સંપર્ક અથવા તેઓના સંબંધિત વેપાર/ઉદ્યોગ એસોસિએશન દ્વારા GCCIનો સંપર્ક કરી શકે છે. GCCI દ્વારા સ્થાપિત આ “ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્ક” વ્યાપાર ઉદ્યોગ ને ખુબ જ ઉપયોગી સાબિત થશે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #insurancehelpdesk #insurance #ahmedabad