• ફિલ્મમાં જાણીતા લેખીકા કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા સહિતના કલાકારો જોવા મળશે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 ઓગસ્ટ 2024:
ગુજરાતની સૌથી સ્માર્ટ હોરર ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ 2 ઓગસ્ટથી સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ સ્માર્ટ હોરર ગુજરાતી ફિલ્મમાં અભિનેત્રી કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજુ બારોટ, સહિતના કલાકારો એક સાથે સિનેમા પડદા પર જોવા મળશે. તેમની સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો એ પોતાની અદ્ભૂત એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે.
ગુજરાતી સિનેમાની સૌથી સ્માર્ટ હોરર ગુજરાતી ફિલ્મ “કારખાનું“ના ટીઝર અને ટ્રેલર એ અગાઉથી જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદના અલગ-અલગ 10 થી 12 લોકેશન પર કરવામાં આવ્યું હતું.
ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ’ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુશ કરવામાં આવી છે. આ ફિલ્મના ડિરેક્ટર ઋષભ થાનકી છે. આ “કારખાનું’ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ આ ફિલ્મ લઈને આવી રહી છે જે પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી તથા પૂજન પરીખ દ્વારા લિખિત છે. ફિલ્મનું બીજીએમ સરાહનીય છે જે ફિલ્મની વાર્તાને સાર્થક કરે છે.
કારખાનું ખરેખર વિશેષ ફિલ્મ છે. ટ્રેલર અથવા પોસ્ટર જોઈને કોઈ ધારણા બાંધતા નહીં, કેમ કે કારખાનું માટે કરેલું દરેક પ્રિડીક્શન ખોટું જ પડશે. સૌરાષ્ટ્રની તળની કોઈ લોક-વાર્તાને લઈને નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની આ ફિલ્મ બની છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ટૂંકમાં કહી શકાય કે આ એક સંપૂર્ણ સ્માર્ટ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. ફિલ્મ “કારખાનું” 2 ઓગસ્ટ, 2024ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે.