ઇન્ડસ્ટ્રી હબ એવા અમદાવાદમાં એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ બાદ, 17મા રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) એક્સ્પો 2024 ભારતના સ્વચ્છ ઉર્જા વિઝનને આગળ વધારવા માટે એક સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બનવાનો છે. REI એક્સ્પો 2024, “નેટ ઝીરો સ્ટ્રેટેજીસ, સિનર્જીઝ અને સસ્ટેનેબલ ગ્રોથ” થીમ હેઠળ 3-5 ઓક્ટોબર, ઈન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઈડા ખાતે આયોજિત કરવામાં આવશે. ઈન્ફોર્મા માર્કેટ્સ ઇન ઈન્ડિયા દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં 700થી વધુ પ્રદર્શકો, 850થી વધુ બ્રાન્ડ્સ અને 50,000થી વધુ વેપારી મુલાકાતીઓ સામેલ થવાની અપેક્ષા છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 ઓગસ્ટ 2024:
દેશના પ્રીમિયર બી2બી એક્ઝિબિશન આયોજક ઇન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા 3થી 5 ઓક્ટોબર દરમિયાન ઇન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા ની 17મી આવૃત્તિની યજમાની કરવા માટે સજ્જ છે, જે દિલ્હી-એનસીઆરના ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે કો-લોકેટેડ બેટરી શો ઇન્ડિયાની સાથેસાથે આયોજિત કરવામાં આવશે. 16 વર્ષની સફળતા પર નિર્મિત, આરઇઆઈ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એશિયાની અગ્રણી અને સૌથી પ્રભાવશાળી બી2બી ઇવેન્ટ છે. આ વર્ષની આવૃત્તિમાં જર્મની, થાઈલેન્ડ, સ્પેન અને જાપાનના પ્રતિનિધિમંડળો સહિત 85% સ્થાનિક અને 15% આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે 700થી વધુ પ્રદર્શકોની ભાગીદારી અપેક્ષા છે, જે 850થી વધુ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે અને 50,000થી વધુ વેપાર મુલાકાતીઓને આકર્ષિત કરશે. મુખ્ય પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરીને, આ ઈવેન્ટમાં ગ્રીન હાઇડ્રોજન, ઊર્જા સંગ્રહ ઉકેલો અને બાયોએનર્જી પર ભાર મૂકવામાં આવશે.
આગામી REI એક્સ્પો 2024 માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચિહ્નિત કરીને, 28 ઓગસ્ટે રેડિસન બ્લુ, અમદાવાદ ખાતે રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ હતી. આ રાઉન્ડ ટેબલ ચર્ચા ગુજરાતના વિકસતી નવીનીકરણીય ઉર્જા પર ચર્ચા કરવા માટે પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ પર લાવી હતી, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માપનીયતા અને નીતિ અમલીકરણ જેવા મુખ્ય પડકારો તેમજ રોકાણની સંભાવના અને તકનીકી પ્રગતિ જેવી તકો પર ચર્ચા કરવામાં આવી હતી, જે રાજ્યને ભારતના ગ્રીન એનર્જી પરિવર્તનમાં અગ્રણી તરીકે સ્થાન આપી રહ્યાં છે. આ ઇવેન્ટે REI એક્સ્પોમાં યોજાનારી વ્યાપક ચર્ચાઓ માટે મંચ તૈયાર કર્યો, જે ભારતના રિન્યુએબલ એનર્જી ભાવિને આકાર આપવામાં ગુજરાતની ભૂમિકાના મહત્વ પર ભાર મૂકે છે.
રાઉન્ડ ટેબલમાં મુખ્ય વક્તાઓની ઉપસ્થિતિએ શોભા વધારી હતી, જેમાં શ્રી અમિત પૈઠણકર – સીઇઓ, વારી એનર્જીઝ; શ્રી કલ્પેશ કલથિયા–સીઈઓ, કોસોલ એનર્જી; શ્રી ફાલ્ગુન ભટ્ટ-પ્રેસિડેન્ટ-ફેડરેશન ઓફ સોલર મેન્યુફેક્ચરર્સ એન્ડ ઇન્ટરમીડિયરીઝ; શ્રી કુલદીપ સોરઠીયા-ફાઉન્ડર અને ડિરેક્ટર, કેસ્ક્વેર એનર્જી અને શ્રી રજનીશ ખટ્ટર, સિનિયર ગ્રુપ ડાયરેક્ટર, ઈન્ફોર્મા માર્કેટ્સ ઇન ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જેઓએ ઉદ્યોગમાં નવીન પ્રથાઓ અને ટકાઉ ઉકેલો પર મૂલ્યવાન દ્રષ્ટિકોણ રજૂ કર્યા.
આગામી REI એક્સ્પો પર બોલતા, ઈન્ફોર્મા માર્કેટ્સઇન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે જણાવ્યું, “ભારતે રિન્યુએબલ એનર્જીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં જૂન 2024 સુધીમાં સ્થાપિત ક્ષમતા લગભગ બમણી થઈને 190 ગીગા વોટ થઈ ગઈ છે. દેશે 2023-24માં વિક્રમી 18.48 ગીગાવોટની વૃદ્ધિ હાંસલ કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 21% વધારે છે. આ પ્રભાવશાળી વૃદ્ધિ સરકારની પહેલો દ્વારા પ્રોત્સાહિત છે, જેમાં ઓટોમેટિક રૂટ હેઠળ 100% એફડીઆઈનો સમાવેશ થાય છે, જેણે છેલ્લા ત્રણ વર્ષમાં સૌર ઊર્જા રોકાણમાં $3.8 બિલિયન આકર્ષ્યા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “ફેબ્રુઆરી 2024માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મુફ્ત બિજલી યોજના, ઘરોમાં સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે 40% સબસિડી પ્રદાન કરે છે, જેનાથી 10 મિલિયન પરિવારોને ફાયદો થાય છે અને વીજળીના ખર્ચમાં સરકારને વાર્ષિક રૂ.75,000 કરોડની બચત થાય છે. જેમ જેમ REI એક્સ્પો 2024 નજીક આવી રહ્યો છે, તે ભારતમાં નવીનીકરણીય ઉર્જાના ભાવિને આકાર આપવા માટે એક મુખ્ય મંચ બની રહી છે. નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક લીડર બનવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને, REIનું વિઝન નવીનતાને પ્રોત્સાહન આપવાનું, ઉદ્યોગના નેતાઓને એકજૂટ કરવાનું અને ટકાઉ વૃદ્ધિનો માર્ગ મોકળો કરતી ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનું છે.”
પોતાની 17મી આવૃત્તિમાં, REI એક્સ્પોને ઈન્ડિયન બાયો ગેસ એસોસિએશન (IBA); નેશનલ હાઈવે ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (NHEV); કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW); જેએમકેરિચર્સ; બ્રિજ ટુ ઇન્ડિયા; રાજસ્થાન સોલર એસોસિએશન; ઈન્ડો જર્મન એનર્જી ફોરમ; ક્લીનટેક બિઝનેસ ક્લબ; પીવી મેગેઝિન; યોલે ગ્રુપ; વુડ મેકેન્ઝી;
બ્લૂમબર્ગએનઇએફ સહિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવશે.
REI એક્સ્પો 2024માં સીઈઓ/સીટીઓ કોન્કલેવ્સ, ત્રિ-દિવસીય ટેકનિકલ કોન્ફરન્સ, ઇન્વેસ્ટર ઝોન અને 200થી વધુ વૈશ્વિક વક્તાઓ સાથે 28થી વધુ કોન્ફરન્સ સેશન સહિતની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય પેવેલિયનમાં જર્મની પેવેલિયન અને બાયો એનર્જી પેવેલિયનનો સમાવેશ થાય છે, જે નવીનતમ વલણો અને નવીનતાઓની ઊંડી જાણકારી પૂરી પાડે છે.
ગુજરાતની રિન્યુએબલ એનર્જી નેતૃત્વ
સ્વચ્છ ઉર્જા તરફ ભારતનો ઝૂકાવ ખાસ કરીને સોલર બેટરી અને ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જેવા ઊર્જા સંગ્રહ ઉકેલોમાં નોંધપાત્ર આર્થિક તકો ઊભી કરી રહ્યો છે. આ તકનીકો ઓછા નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના સમયગાળા દરમિયાન પણ સતત વીજ પુરવઠો પ્રદાન કરવાનું વચન આપે છે. ગુજરાત મોખરે છે, જ્યાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 2025 સુધીમાં 38,466 મેગાવોટ અને 2030 સુધીમાં 61,466 મેગાવોટ થવાનો અંદાજ છે, જે ભારતની નવીનીકરણીય ઉર્જા પ્રગતિ રાષ્ટ્રના ઉર્જા પરિદ્દશ્યમાં બદલાવ લાવવા માટે તૈયાર છે. ગુજરાતનું ધોલેરા સ્માર્ટ સિટી અને કચ્છમાં 30,000 મેગાવોટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આ પરિવર્તનમાં ફાળો આપતા મેગા પ્રોજેક્ટ્સના કેટલાંક ઉદાહરણો છે. REI એક્સ્પો 2024 ભારતમાં અને તેની બહાર નવીનીકરણીય ઉર્જાના ભાવિને આકાર આપવામાં એક ઐતિહાસિક આયોજન સિદ્ધ થશે.
#bharatmirror #bharatmirror21 #news #reiexpo #netzero #strategies #synergies #sustainablegrowth #indiaexpocentre #delhi-ncr #greaternoida #informamarketsinindia #greenhydrogen #bioenergy #thailand #spain #japan #ahmedabad