- 5મી આવૃતિની સાથે, તે સલોનિસ્ટ્સ અને બ્યુટી પ્રોફેશનલ્સને શિક્ષિત કરવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરે છે
અશ્વિન લીંબાચિયા અમદાવાદ,
13મી ઓગસ્ટ, 2024 –
સ્ટ્રીક્સ પ્રોફેશનલ, હેર કેરની એક અગ્રણી બ્રાન્ડ, 13મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ મેગા શો 2024માં તેના નિપૂણતા દર્શાવે છે. આ ઇવેન્ટ એ મુંબઈ અને દિલ્હીમાં કરવામાં આવેલી સફળ આવૃતિની શ્રેણીનો એક ભાગ છે, જેમાં સલૂન ઉદ્યોગના અત્યાધુનિક ટ્રેન્ડ્સ તથા ટેકનોલોજીને હાઈલાઈટ કરવામાં આવે છે.
આ એક દિવસિય ઇવેન્ટમાં સ્ટ્રીક્સ પ્રોફેશનલ્સના નવા સ્પેક્ટ્રમ કલેક્શનના 6 સ્ટેન્ડઆઉટ લૂક્સનો સમાવેશ થાય છે, જેમાં વાઇબ્રન્ટથી લઇને વૈવિધ્યસભર સ્ટાઈલ્સ દર્શાવવામાં આવશે. તે સલોન પ્રોફેશનલ્સ માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતા હેન્ડ-ઓન સેશન અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શન ઓફર કરશે. આનાથી બ્યુટી ટ્રેન્ડ્સ અને સલોન નિપૂણતામાં સ્ટ્રીક્સ પ્રોફેશનલ્સની અગ્રણી તરીકેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
ઇવેન્ટની સફળતાને પ્રતિબિંબિત કરતા, રોશેલ છાબરા, સ્ટ્રીક્સ પ્રોફેશનલ હેડ કહે છે, “સ્ટ્રીક્સ પ્રોફેશનલ ખાતે, અમે માનીએ છીએ કે, અમારા ઉદ્યોગના વિકાસમાં શિક્ષણ એ સૌથી મહત્વનું છે. અમારા મેગા શો ઇવેન્ટ સલૂન પ્રોફેશનલ્સને નવીનતમ જ્ઞાન અને કૌશલ્ય આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ અગ્રણી ઇવેન્ટ વર્તમાન વૈશ્વિક વલણો તથા અદ્યતન તકનીકો પર તાલિમ પૂરી પાડે છે, અમારા વ્યવસાયિકોને વાળની ફેશનમાં આગળ રાખે છે અને અમારા સમુદાયમાં અસાધારણ પ્રતિભાને પ્રકાશિત કરે છે. આંતરરાષ્ટ્રિય વલણોને વ્યવહારૂ તકનીકોમાં અનુવાદિત કરીને, અમે સલૂનિસ્ટને તેમની સર્જનાત્મક્તા અને કૌશલ્યો વધારવામાં મદદ કરીએ છીએ.”
તે વધુમાં ઉમેરે છે, “આ 5મો મેગા શો આકર્ષક સ્પેક્ટ્રમ કલેક્શનને રજૂ કરે છે. રેટ્રો રિમિક્સ, મેરિગોલ્ડ, મેરિક્યુરિઅલ અને કેલીડોસ્કોપ જેવા સફળ કલેક્શન બાદ સ્પેક્ટ્રમ એ વાઇબ્રન્ટ અને અત્યાધુનિક રંગોની શ્રેણી આપે છે. આ કલેક્શન એ એક નવા શેડ્સથી કંઈક વધુ છે, તે વ્યક્તિત્વ અને શૈલી અપનાવીને નવીનતા અને સર્જનાત્મક્તા પ્રત્યેનું અમારું સમર્પણ દર્શાવે छे.”
પ્રિયંકા પુરી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ, સ્ટ્રીક્સ પ્રોફેશનલ્સ ઉમેરે છે, “સ્ટ્રીક્સ પ્રોફેશનલ ખાતે, અમે ભારતીય વાળની અમારા નિષ્ણાંત જ્ઞાન સાથે વૈશ્વિક શૈલીઓને જોડીએ છીએ. આ અમને ભારતીય વાળ અને ત્વચાના ટોનને ફિટ કરવા માટે આંતરરાષ્ટ્રીય વલણોને અનુકૂલિત કરવામાં મદદ કરે છે. અમારા મેગા શો શ્રેણી નવીનતમ વલણો અને તકનીકોનું પ્રદર્શન કરે છે. આ વર્ષે, અમે સ્પેક્ટ્રમ કલેક્શન રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, જેમાં નવા બોલ્ડ રંગો જેવા કે, બ્લુ, લીલો, પિળો, કેસરી અને અમારા નવા એર્ગન સિક્રેટ હેર કલર- હાઈ લિફ્ટ શેડ્સનો સમાવેશ થાય છે. દરેક સ્ટાઈલ એ કંઈક નવીનતા અને હાલની ફેશનને અનુરૂપ ડિઝાઈન કરવામાં આવી છે. મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં શોની સફળતા બાદ, અમે તેનું દેશવ્યાપી વિસ્તરણ કરીશું, જેથી દેશભરના હેર સ્ટાઈલિસ્ટ અને સલોનને અમારા વાઇબ્રન્ટ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સથી પ્રેરિત કરી અને જોડી શકીએ.”
વિપુલ ચુડાસમા, ક્રિએટિવ ડિરેક્ટર, સ્ટ્રીક્સ પ્રોફેશનલ્સ ખાતે, હાઈલાઈટ કરે છે કે, “મેગા શો 2024માં સ્પેક્ટ્રમ કલેક્શન દર્શાવવામાં આવ્યું છે, જેમાં આધુનિક બ્યુટીની સાથે ક્રિએટિવ નવીનતાનું મિશ્રણ છે. જેને અમે અમારા સલોન પાર્ટનર્સની સમક્ષ રજૂ કરવા ઉત્સાહિત છીએ અને આશા રાખીએ છીએ કે, તેઓ પણ આ સ્ટાઈલ્સને અપનાવશે.”
મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં તેની સફળતા બાદ સ્ટ્રીક્સ પ્રોફેશનલ્સ એ મેગા શો 2024ને અન્ય મોટા શહેરો – કોલકત્તા અને ચંદિગઢમાં પણ રજૂ કરવા ઉત્સાહિત છે. આવી ઇવેન્ટ એ અદ્દભુત શિખવાનો અનુભવ અને પ્રેરણા આપવાનો વાયદો કરે છે, તેનાથી અત્યંત કુશળ અને ફેશન ફોરવર્ડ સલૂન વ્યવસાયિકોના સમુદાયને પ્રોત્સાહન આપશે.
#bharatmirror #bharatmirror21 #news #streaxprofessional #streax #spectrumcollection #salonists #beautyprofessionals #ahmedabad