નીતા લીંબાચિયા, અમદાવાદ.
13 સપ્ટેમ્બર 2024:
GCCI ની લોજિસ્ટિક્સ ટાસ્કફોર્સ, મહાજન સંકલન ટાસ્કફોર્સ, ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્કફોર્સ અને MSME કમિટીના સંયુક્ત ઉપક્રમે તા.12મી સપ્ટેમ્બર, 2024 ના રોજ “પોસ્ટલ સર્વિસીસ અને સર્વિસ પ્રોવાઈડર્સ ફોર એક્સપોર્ટ્સમાં એડવાન્સમેન્ટ વિશે જાગૃતિ પર ઇન્ટરેક્ટિવસત્ર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે તેમના સ્વાગત સંબોધનમાં પોસ્ટલ સેવાઓને ભારતના સામાજિક-આર્થિક લેન્ડસ્કેપને બદલવામાં ઈન્ડિયા પોસ્ટની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટ 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસો જે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે, વૈશ્વિક સ્તરે સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવે છે. તેમણે આગળ ઈન્ડિયા પોસ્ટ પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પરિવર્તનકારી અસરને સ્વીકારી, જેણે તેની પરંપરાગત મેઈલ સેવાઓમાં વધારો કર્યો છે અને નાણાં ટ્રાન્સફર, બિલ ચૂકવણી અને ફી વસૂલાત જેવી આઈટી-સક્ષમ સુવિધાઓ વિકસિત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ સ્પીડ પોસ્ટ અને બિઝનેસ પાર્સલ જેવી સેવાઓ દ્વારા સ્પર્ધાત્મક દરો ઓફર કરે છે, જે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામાં આવી છે.
શ્રી હિતેન વસંત, ચેરમેન લોજિસ્ટિક્સ ટાસ્કફોર્સે તેમના પ્રાસંગિક સંબોધનમાં પોસ્ટલ ખાતાના નેતૃત્વ હેઠળ કોવિડ-19 લોકડાઉન દરમિયાન ગુજરાત પોસ્ટલ સર્કલની નોંધપાત્ર સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે ઈન્ડિયા પોસ્ટના એક્સપોર્ટ સોલ્યુશન્સ, જેમ કે ડાક ઘર નિર્ણય કેન્દ્ર, જે આંતરરાષ્ટ્રીય વેપારને સુવ્યવસ્થિત કરે છે તેના મહત્વ વિષે જણાવ્યું હતું. તેમણે પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) અને ઈ-કોમર્સ સેવાઓ જેવી સેવાઓ દ્વારા બેંકિંગ, વીમા અને નાણાકીય સેવામાં ઈન્ડિયા પોસ્ટના યોગદાન વિષે પણ વાત કરી હતી.
શ્રી કે.કે. યાદવે, IpoS , પોસ્ટ માસ્ટર જનરલ, અમદાવાદ રીજને, તેમના મુખ્ય વક્તવ્યમાં ગુજરાત પોસ્ટલ સર્કલની વિગતવાર માહિતી આપી હતી જેમાં 26 પોસ્ટલ વિભાગોનો સમાવેશ થાય છે અને સમગ્ર રાજ્યમાં 8,888 પોસ્ટ ઓફિસનું સંચાલન થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યાપારી નિકાસકારો માટે આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓની સુવિધા આપવા માટે, પોસ્ટ વિભાગે ડાક ઘર નિર્ણય કેન્દ્ર (DNK) વેબ પોર્ટલ શરુ કરેલ છે. જેના મારફતે ગુજરાતમાંથી વિદેશી દસ્તાવેજો અને પાર્સલ ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા મોકલવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં કુલ 3.04 લાખ વિદેશી ઈ-મેઈલ હેન્ડલ કરવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસ આધાર અપડેટ અને એનરોલમેન્ટ સેન્ટર જેમાં નવી નોંધણી , બાયોમેટ્રિક અપડેટ અને ડેમોગ્રાફિક અપડેટ આપવામાં આવે છે તે વિષે પણ માહિતી આપી હતી.
તેમણે પોસ્ટલ વિભાગ દ્વારા ઓફર કરવામાં આવતી નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પર ભાર મૂક્યો જેમાં નીચે મુજબ ની સેવાઓ શામેલછે:
- પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB)
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)
- વીમા યોજનાઓ: પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI) અને ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI)
ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન, વ્યાપાર માટેની તકો અને ટપાલ સેવાઓમાં પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
- #bharatmirror #bharatmirror21 #news #gcci #postalservices #serviceprovidersforexports #pli #ippb #posb #rpli #ahmedabad