155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50 ટકા રકમ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને લોકો મા ભારે ઉત્સાહ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
27 ઓકટોબર 2024:
લાઠીના દુધાળા ખાતે આગામી તારીખ 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાશે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ 2017 માં ગાગડીયા નદી પર બનાવેલ હરી કૃષ્ણ સરોવરનું નિર્માણ કરેલું હતું જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમરેલી ખાતે તા.17/11/2017 ના રોજ ત્યાંથી વિડિયો કોન્ફરન્સ માં માધ્યમથી હરીકૃષ્ણ સરોવરનું લોકાર્પણ કરેલ હતું.આ દરમિયાન ગાગડીયા નદી પર ભારત માતા સરોવર નું નિર્માણ કરી અને વડા પ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો.
આ બાદ સાત વર્ષ પછી આગામી તારીખ 28 મી ના રોજ પૂરો થશે જેથી આવી જ રીતે ધોળકિયા ફાઉન્ડેશન ના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકાર ના સંયુક્ત ઉપક્રમે ગાગડીયા નદી પર દાદાના સરોવરનું નિર્માણ કરેલ તેનું લોકાર્પણ પુ.મોરારી બાપુ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આવીજ રીતે બા ના સરોવરનું લોકાર્પણ પુ.રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી ના હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ નારન સરોવરનું લોકાર્પણ તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ લુવારિયા નજીક યુનાઈટેડ નેશન્સ સરોવરનું નિર્માણ કરવામાં આવેલ હતું અને તેનું લોકાર્પણ દેશના 14 માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત ના હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ ભેંસાણ નજીક ગોવિંદ કાકા ધોળકિયા સરોવરનું નિર્માણ કરી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ના વરદ હસ્તે કરવામાં આવેલ ત્યાર બાદ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે યું.એન સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલ હતું
ત્યાર મુખ્યમંત્રી દ્વારા હરસુર પુર દેવળીયા થી લીલીયા ના ક્રાંકચ સુધી ગાગડીયા નદી પર ચાલી રહેલ જળ સંચય ની કામગીરીનો સમીક્ષા કરી અને કામગીરીની પ્રસંશા કરી હતી.
ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયા નદી પર સરોવરની હારમાળા સર્જી દીધી છે અને 50 કરતા વધારે સરોવરનું ગાગડીયા નદી પર સર્જન કરવામાં આવેલ છે જેને લઇને 100 કરતા વધારે ગામોને જલ સ્રોતોનો ફાયદો નોંધાયો છે.જેથી મોટા ભાગના ખેડૂતોને ખેતીમાં ત્રણ પાક લેતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #padmashrisavjidholakia #primeministernarendramodi #bharatmatasarovar #dholakiafoundation #lathi #dudhala #amreli #gagdiandi #harikrishnasarovar #gandhinagar #ahmedabad