પીસી, ટેબ્લેટ્સ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સીસ અને પર્સનલ કેર ઓફર કરતા ભારતમાં પ્રયોગાત્મક રિટેઈલનો નવો યુગ
નીતા લીંબાચિયા, અમદાવાદ:,
20 નવેમ્બર, 2024 –
ટેકનોલોજી અને ઈનોવેશનમાં વૈશ્વિક આગેવાન એસરે અમદાવાદમાં તેનો પ્રથમ મેગા કોન્સેપ્ટ સ્ટોર એસર પ્લાઝા શરૂ કર્યો છે. પ્રહલાદનગરમાં દેવ અટેલિયર ખાતે સ્થિત એસર પ્લાઝા એસર અને એસરપ્યોર પ્રોડક્ટોની વ્યાપક લાઈનઅપ સાથે ગ્રાહકોને પ્રીમિયમ હાથોહાથ ઈન્ટરએકશન પ્રદાન કરીને પ્રયોગાત્મક રિટેઈલમાં નક્કર પગલું આલેખિત કરે છે. આ ફ્લેગશિપ સ્ટોરમાં લેપટોપ્સ, સ્માર્ટ ટીવી, એર પ્યુરિફાયર્સ, વોટર પ્યુરિફાયર્સ, પર્સનલ કેર, વેક્યુમ ક્લીનર અને ઘણી બધી એસર અને એસરપ્યોરની નવીનતમ શ્રેણી સુધી બધું જ ધરાવે છે અને મુલાકાતીઓ માટે એક છત હેઠળ રોમાંચક અને ઈન્ટરએક્ટિવ અનુભવ નિર્માણ કરે છે.
એસર પ્લાઝા શરૂ કરવા સાથે ખાસ કરીને તે 25મી એનિવર્સરીની ઉજવણી કરી રહી છે ત્યારે ભારતમાં એસરના પ્રવાસમાં મોટું માઈલસ્ટોન છે. અમદાવાદ ગતિશીલ ગ્રાહક મૂળ સાથે ઝડપથી વૃદ્ધિ પામતું શહેર છે, જે એસરના પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર માટે વ્યૂહાત્મક રીતે પસંદ કરાયું તે ગ્રાહકો સાથે સીધા સહભાગ અને ભારતની ફૂલતીફાલતી ટેક બજારમાં તેની વિસ્તરતી પહોંચ પ્રત્યે કંપનીની કટિબદ્ધતા દર્શાવે છે.
આ શુભારંભ પર બોલતાં પેન– એશિયા પેસિફિક, એસર ઈન્ક.ના પ્રેસિડેન્ટ એન્ડ્રયુ હાઉએ જણાવ્યું હતું કે, “આ વર્ષ વિશેષ છે, કારણ કે અમે ભારતમાં એસરનાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમારો પ્રથમ મેગા સ્ટોર એસર પ્લાઝાનો અમદાવાદમાં શુભારંભ અમારા વિસ્તરતા મૂળ અને અને એસર પીસીથી એસરપ્યોર હોમ એપ્લાયન્સીસ સુધી પ્રોડક્ટોની શ્રેણીની ઓફરના વિશાળ પ્રવાસનો આ તો ફક્ત આરંભ છે. અમને ભારતનાં અન્ય શહેરોમાં પણ આવો અજોડ રિટેઈલ અનુભવ લાવવાની ઉત્સુકતા છે. એસર પ્લાઝા રોમાંચક, પર્સનલાઈઝ્ડ અનુભવ થકી અમારા ગ્રાહકો સાથે નિકટવર્તી જોડાણ ફૂલવાફાલવા સાથે અત્યાધુનિક ટેકનોલોજી પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે.”
એસર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર હરીશ કોહલીએ ઉમેર્યું હતું કે, “અમે સમજીએ છીએ કે આજના ગ્રાહકો પ્રોડક્ટ કરતાં પણ વધુ ટેકનોલોજીને જીવંત કરતો અનુભવ ઈચ્છે છે. એસર પ્લાઝા ગ્રાહકોને એસર અને એસરપ્યોર પ્રોડક્ટોમાં અમારા નવીનતમ ઈનોવેશન સાથે ગ્રાહકોને સીધા જ ઈન્ટરએક્ટ કરવા માટે અવકાશ પૂરો પાડે છે, જે અમારા સમાધાન સહજતાથી જોડે અને તેમનું રોજબરોજનું જીવન કઈ રીતે બહેતર બનાવે છે તે દર્શાવે છે. અમારા ગ્રાહકો માટે વધુ એસર પ્લાઝા સ્ટોર લાવવાની અને એસર પ્લાઝા અને એસર મોલ ફોર્મેટમાં 2025ના પ્રથમ અર્ધવાર્ષિક સુધી એકંદરે 300 સ્ટોર શરૂ કરવાનું અમારું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે, જે ભારતભરમાં ગ્રાહકો સાથે અમારો સહભાગ મજબૂત બનાવે છે.”
એસર ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર સુધીર ગોયલે ઉમેર્યું હતું કે, “અમદાવાદમાં એસર પ્લાઝાનો શુભારંભ ગ્રાહકોને રોમાંચક અને પરિપૂર્ણ રિટેઈલ અનુભવ પૂરો પાડવાના અમારા પ્રવાસમાં નોંધપાત્ર માઈલસ્ટોન છે. અત્યાધુનિક ટેકનોલોજી અને પીસી, ટેબ્લેટ્સ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સીસ અને પર્સનલ કેરમાં ઓફરોની વ્યાપક શ્રેણી એકત્ર લાવવા સાથે એસર પ્લાઝા ઈનોવેશન અને ગ્રાહક સંતોષ પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે. અમને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાતી પ્રોડક્ટો લેપટોપ્સ, ટેબ્લેટ્સ, સ્માર્ટ ટીવી, ડેસ્કટોપ પીસી, વોટર પ્યુરિફાયર અને ઘણા બધામાં મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટો પ્રદર્શિત કરવામાં ગૌરવની લાગણી થાય છે. આ સ્ટોર પ્રયોગાત્મક રિટેઈલમાં નવું સીમાચિહન સ્થાપિત કરશે અને અમે દેશમાં અમારી પહોંચ વિસ્તારવા માટે રોમાંચિત છીએ.”
#bharatmirror #bharatmirror21 #news #bharatmirror #bharatmirror21 #news #acer #acermegastore #acerplaza #acerplaza-in-ahmedabad #pc #tablets #consumerelectronics #appliancesandpersonalcare #gandhinagar #ahmedabad