ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપા.ના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવીની આગેવાનીમાં નિકોલ કોઠિયા હોસ્પિટલ પાસે પાંચ હજાર કરતાં પણ વધુ માસ્કનું સ્થાનિકો અને પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકોને વિનામૂલ્યે વિતરણ કરાયુ
સ્થાનિક કોર્પોરેટર પદમાબહેન બારોટ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય નાગજીભાઇ દેસાઇ, ભાણાભાઇ કોઠિયા, સંજય બારોટ, હેતલ પંચાલ સહિતના આગેવાનો પણ આ સેવા કાર્યમાં જોડાયા અને કોરોના નિયંત્રણને લઇ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થયો
અમદાવાદ,તા.5
શહેરના નિકોલ વિસ્તારમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ હજારથી વધુ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરી અનોખો સેવા કાર્યક્રમ યોજાયો હતો, જેને લઇ લોકો દ્વારા કોંગ્રેસના આ માનવીય અભિગમના પ્રયાસને બિરદાવાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપા.ના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવીની આગેવાનીમાં નિકોલ કોઠિયા હોસ્પિટલ પાસે પાંચ હજાર કરતાં પણ વધુ માસ્કનું સ્થાનિકો અને પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકોને વિનામૂલ્યે વિતરણ કરાયુ હતુ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપા.ના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવીની આગેવાનીમાં નિકોલ કોઠિયા હોસ્પિટલ પાસે પાંચ હજાર કરતાં પણ વધુ માસ્કના આ વિતરણ સેવા કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર પદમાબહેન બારોટ, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય નાગજીભાઇ દેસાઇ, ભાણાભાઇ કોઠિયા, સંજય બારોટ, હેતલ પંચાલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ લોકોને વિનામૂલ્યે માસ્ક વિતરણની સાથે સાથે કોરોનાના આ કપરા કાળમાં કોરોના સંક્રમણથી બચવા અને કોરોનાને નિયંત્રણમાં રાખવા ફરજિયાતપણે માસ્ક પહેરવા, સોશ્યલ ડિસન્ટન્સીંગનું પાલન કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનીટાઇઝેશન સહિતની સરકારની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજના માસ્ક વિતરણ કાર્યક્રમ દરમ્યાન સ્થાનિક શાકભાજી, ફ્રુટવાળા ફેરિયાઓ, રીક્ષાચાલકો, વાહનચાલકો, રાહદારીઓ સહિતના તમામ લોકોને આવરી લેવાયા હતા અને તેઓને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાયું હતું.
દરમ્યાન અંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય નાગજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપા.ના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવીની આગેવાનીમાં યોજાયેલા આજના માસ્ક વિતરણ કાર્યક્રમને સ્થાનિક જનતા અને નાગરિકોનો સારો પ્રતિસાદ સાંપડયો હતો. કોરોનાને હરાવવા અને સરકારની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થયા તે માટે લોકોમાં સ્વયં જાગૃતિ અને અમલવારી વધે તે ખૂબ જરૂરી છે, તે હેતુથી જ કોંગ્રેસ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પ્રજાહિત માટે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન જારી રાખવામાં આવશે.