મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ એક સિદ્ધિ:
રાજ્યમાં અત્યાર સુધીમાં ૪ કરોડ ૩૧ લાખથી વધુ વેકસીનના ડોઝ અપાયા
સોમવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં પાંચ લાખથી વધુ રસીના ડોઝ અપાયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.23
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેકસીનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને માત્ર ત્રેવીસ દિવસમાં એટલે કે સોમવાર તા. ૨૩ ઓગસ્ટ સુધીમાં ૧ કરોડ ૧૮ હજાર ૧૧૮ ડોઝ આપવાનો લક્ષ્યાંક પાર કરી દીધો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૨૫ લાખ ૮૪ હજાર ૧૯૮ પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૦૫ લાખ ૮૪ હજાર ૨૯૯ બીજો ડોઝ મળી સમગ્રતયા ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ વેકસીનેશનના આપવામાં આવ્યા છે.
ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. એટલુ જ નહીં, સોમવાર તારીખ ૨૩ ઓગસ્ટના એક જ દિવસમાં રાજ્યમાં ૫ લાખ ૧ હજાર ૮૪૫ રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.
#bharatmirror #bharatmirror21 #news