નીતા લીંબાચિયા, અમદાવાદ.
24 જુલાઈ 2023:
રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન મેડિકલ હોસ્પિટલ, આર્મી કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 150 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અમદાવાદના શાહીબાગ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતા.
રોટરી ડિસ્ટ્રિક્ટ ના પીડીજી શ્રી લલિત શર્મા, રોટરી ક્લબ ઓફ અમદાવાદ ઈલાઈટના પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ મહેતા, સેક્રેટરી નિરવભાઈ પરીખ, ચાર્ટર્ડ પ્રેસિડન્ટ શ્રી ડોક્ટર રાજેશકુમાર આચાર્ય, પૂજા આચાર્ય તેમજ કલબના સભ્યોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં tree walk ના ડોક્ટર રૂપલબેન વૈદ્યે હાજરી આપી હતી.