રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે અમદાવાદની હરણફાળ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 ઓકટોબર 2023:
ભારત દેશના સૌથી અત્યાધુનિક રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર GIC Prime નું ઉદઘાટન ગુજરાત રાજ્યના હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ સાહેબના વરદ હસ્તે અમદાવાદમાં ગુરુદ્વારા પાસે કરવામાં આવ્યું. આ ઉદઘાટન પ્રસંગે દેશ-વિદેશથી આવેલ રેડિયોલોજિસ્ટ ડોક્ટરો અને ઇન્ડિયન રેડિયોલોજી સોસાયટીના પ્રમુખ ડો. ઉમેશ કૃષ્ણમૂર્તિ ઉપસ્થિત રહ્યા.
ઇન્ડિયન રેડિયોલોજી સોસાયટીના સેક્રેટરી ડો. મુરલી કૃષ્ણન એ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી
GIC PRIME માં આવવાના લીધે હવે ઇમેજિંગ ક્ષેત્રે નવી દિશાઓ ખુલશે.
તેમજ વર્લ્ડ રેડિયોલોજી સોસાયટીના એક્ઝિક્યુટિવ મેમ્બર અને ઇન્ડિયન રેડિયોલોજી સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ ડો. હેમંત પટેલે જણાવ્યું કે વિશ્વના સૌથી Wide bore MRI દ્વારા હવે 300 કિલો થી વધુ વજનવાળી વ્યક્તિ અને MRI થી ગભરાતા વ્યક્તિઓનું MRI સરળતાપૂર્વક કરી શકાશે. તેમજ અત્યંત ઝડપી CT SCAN અને PET-CTની સંયુક્ત ટેકનોલોજી દ્વારા કોરોનરી (હ્રદયની એન્જોગ્રાફી થી યુવાનોમાં વધી રહેલ હૃદય રોગ અને શરૂઆત ના તબક્કાના કેન્સર નું સચોટ અને ઝડપી નિદાન શક્ય બનશે.
આ ઉપરાંત ડાયરેક્ટર શ્રી ડો. દિનેશ પટેલે સમગ્ર એશિયા અને યુરોપમાં સર્વપ્રથમ GIC PRIME મા આ ટેકનોલોજી સમાજના દરેક વર્ગ માટે પ્રસ્થાપિત કરવાનો આનંદ વ્યક્ત કરેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #gicprimeradiology&diagnostics #gic #ahmedabad