નીતા લીંબાચિયા, અમદાવાદ.
01 માર્ચ 2024:
લીલાવતી ફાઉન્ડેશનના પ્રમોટર્સે ગિફ્ટ સિટી ગુજરાતમાં વિશ્વ કક્ષાની સુવિધા ઉભી કરી રહ્યા છે. ત્યારે ગિફ્ટી સિટી ખાતે આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓમાં વધારો કરતાં મેયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ સાથે જોડાણ કર્યું છે.
લીલાવતી હોસ્પિટલ ગિફ્ટ સિટી જે લીલાવતી હોસ્પિટલ મુંબઈથી સંપૂર્ણપણે અલગ છે, જ્યાં 300 બેડની ક્ષમતા અને અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરાશે. જેમાં 400થી વધુ ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો/સલાહકારો અને લગભગ 3000 કર્મચારીઓની સંખ્યા હશે. લીલાવતી ફાઉન્ડેશને આજે જાહેરાત કરી હતી કે તેણે ગિફ્ટ સિટી, ગુજરાતમાં લીલાવતી હોસ્પિટલ ખાતે સંસ્થાકીય ઉદ્દેશ્યો અને ક્લિનિકલ પ્રેક્ટિસ અંગે વ્યૂહાત્મક સલાહ આપવા માટે મેયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ સાથે જોડાણ કર્યું છે.
લીલાવતી હોસ્પિટલે મુંબઈની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે નામના મેળવી અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. તેને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર હેલ્થકેર ઓર્ગેનાઈઝેશન (NABH) દ્વારા માન્યતા આપવામાં આવી છે.
લીલાવતી પોતાના દર્દીઓની સુરક્ષા અને અનુભવમાં વધારો કરતાં હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવાના ઉદ્દેશ સાથે કરવામાં આવેલા કન્સલ્ટિંગ કોન્ટ્રાક્ટ હેઠળ લીલાવતી મેયો ક્લિનિકના નિષ્ણાતો સાથે કન્સલ્ટ કરશે. મેયો ક્લિનિક લીલાવતીને એડવાન્સ ક્લિનિકલ સુવિધાઓ માટે પોતાનું કૌશલ્ય પ્રદાન કરશે. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્બ્યુલન્સ સર્વિસ, ભરતી અને તાલીમ, રિસર્ચ, ખરીદી અને માન્યતાઓ સહિત ઉચ્ચ માપદંડો સાથે સારવાર પ્રદાન કરવા મામલે સલાહ-સૂચન આપશે.
લીલાવતી હોસ્પિટલ, ગિફ્ટ સીટી, ગુજરાતના પ્રમોટર શ્રીમતિ ચારૂ મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતમાં વાજબી દરે વિશ્વસ્તરીય હેલ્થકેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખતાં મેયો ક્લિનિક સાથે કન્સલ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.”
લીલાવતી હોસ્પિટલ, ગિફ્ટ સીટી, ગુજરાતના અન્ય પ્રમોટર શ્રી પ્રશાંત મહેતાએ આ કરાર વિશે ઉત્સુકતા દર્શાવતાં કહ્યું હતું કે, “આ કરાર ગુજરાતના લોકોને ઉચ્ચ ગુણવત્તાથી યુક્ત હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતામાં નોંધનીય સફળતાની ચાવી છે. મેયો ક્લિનિકની સલાહ-સૂચનો અને નિપુણતા સાથે અમને દ્રઢ વિશ્વાસ છે કે, અમે હેલ્થકેર સેગમેન્ટમાં કૌશલ્યના નવા બેન્ચમાર્ક સેટ કરીશું.”
મેયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ મારફત મેયો ક્લિનિક જે-તે સ્થળે સ્વતંત્રપણે હેલ્થકેર પ્રોવાઈડર્સને પોતાની કુશળતા મારફત ગ્રોથ કરવામાં મદદરૂપ બને છે. મેયો ક્લિનિક પ્રોગ્રામ જોડાણો મારફત તેના ગ્રાહકોને લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઉપયોગી કૌશલ્યો પ્રદાન કરે છે. જેના માટે યોગ્ય નિષ્ણાતો મારફત સચોટ પ્રતિક્રિયા આપવામાં આવે છે.
મેયો ક્લિનિક એ ગંભીર અને જટિલ આરોગ્ય ક્ષેત્રે ગ્લોબલ લીડર છે. મેયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ મેયો ક્લિનિકની યુનિક, વ્યાપક ક્ષમતાઓ અને જ્ઞાનના સંગ્રહને આવરી લેતાં ડિઝાઈન કરવામાં આવી છે. આ પ્રોગ્રામ તેના ગ્રાહકોની એડમિનિસ્ટ્રેટિવ ક્ષમતાઓ અને મેડિકલ પ્રેક્ટિસમાં અસરકારક સુધારો કરવાના હેતુ સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો. જે મેયો ક્લિનિકની એકીકૃત ક્લિનિકલ કેર અને પ્રેક્ટિસ મોડલની એપ્લિકેશન મારફત દર્દીઓની સંભાળ રાખે છે.
#bharatmirror #bharatmirror21 #news #lilavatifoundation #ahmedabad