રાજેશ ભોજક, અમદાવાદ.
20 એપ્રિલ 2024:
શુક્રવારે મોડી રાતે બોપલ સ્ટર્લિંગ સિટી સ્થિત શુભ બંગલો ના ઓટલા પર સ્થાપિત સાઈ બાબા મંદિર માંથી એલ્યુમિનિયમ ની પેટી અને તેના પર મુકેલ નાનું ગાદલું કોઈ ઉઠાવી ગયું હતું.
મોડી રાત્રે બંગલા નો ઝાંપો ખોલીને કોઈએ આ કૃત્ય કર્યું હોવાનું જણાય છે. આ ગાદલું અને તૂટેલી પેટી શુભ બંગલો અને તુલીપ સ્કૂલ ની પાછળ નવી બનતી સ્કીમ ની સાઈટ ના કવર કરેલા પતરા પાસે મળી આવી હતી.
ચોરી કરનાર વ્યક્તિ જાણભેદુ અને નજીક માં રહેતો કે કામ કરનાર હોવાનું જણાય છે.કારણ કે ચોરી કરનાર વ્યક્તિ એ મંદિર થી ૫૦૦ મીટર દૂર પેટી તોડીને પૈસા લઈ લીધા હોવાનું જણાય છે.
સ્ટર્લિંગ સિટી ખાતે પરીક્ષા કેન્દ્ર ના લીધે રોજની અજાણી વ્યક્તિઓની અવર જવર વધી છે,બંધ બંગલાઓ ની પાળી પર અજાણ્યા લોકો બેસે છે . શેરડીના રસ વાળા ની લારીથી માંડી ને ફેરિયાઓ નો ત્રાસ પણ વધતો જાય છે.સોસાયટી ના દરેક રસ્તા મુખ્ય રસ્તાઓને જોડતા હોવાથી બહારના વાહનોની અવરજવર પણ દિવસ રાત રહે છે.
#bharatmirror #bharatmirror21 #news #bopal #saibabamandir #rajeshbhojak #ahmedabad