~ જતિન વાગળે દિગ્દર્શિત, કીલાઈટ પ્રોડકશન્સ દ્વારા નિર્માણ, કમાન્ડર કરણ સકસેના 8 જુલાઈથી મોબાઈલ પર મફતમાં સ્ટ્રીમ કરી શકાશે, ખાસ ડિઝની+ હોટસ્ટાર પર!~જુઓ ટ્રેલર HERE
નીતા લીંબાચિયા, અમદાવાદ.
02 જુલાઈ 2024:
જબ કમાન્ડર આતા હૈ તો ભવંદર આતા હૈ! ડિઝની+ હોટસ્ટાર દ્વારા ગુરમીત ચૌધરી, ઈકબાલ ખાન અને હૃતા દુર્ગુલે અભિનિત કમાન્ડર કરણ સકસેના માટે એકશન-સભર, રોમાંચક ટ્રેલર રજૂ કર્યું છે. પુરુષ દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવેલી આ રોચક સિરીઝ નીડર રો એજન્ટની વાર્તા છે, જે રાષ્ટ્રને બચાવવા માટે રાજકીય રહસ્યનો પર્દાફાશ કરવા માટે ઝંપલાવે છે. જતિન વાગળે દિગ્દર્શિત અને કીલાઈટ પ્રોડકશન્સ દ્વારા નિર્માણ, પ્રસિદ્ધ લેખક અમિત ખાન દ્વારા નિર્માણ કરવામાં આવેલા પાત્ર કમાન્ડર કરણ સકસેના પર આધારિત સિરીઝ છે. તો કમાન્ડર કરણ સકસેનાના જંગમાં જોડાઈ જાઓ, કારણ કે તે રહસ્ય, ખતરા અને દગાબાજી સાથે ભરચક દરેક ખૂણાની આસપાસ વળાંક ધરાવતા કાવતરાનો પર્દાફાશ કરવા માટે નીકળી પડ્યો છે, જે તમને તમારી બેઠક સાથે જકડી રાખશે. આ સિરીઝ 8 જુલાઈ, 2024ના રોજ રિલીઝ થશે. તે સોમવારથી શુક્રવાર રિલીઝ થનારા નવા એપિસોડ સાથે ડિઝની+ હોટસ્ટારના મોબાઈલ એપ પર મફતમાં જોવા માટે ઉપલબ્ધ બનશે!
સિરીઝ વિશે બોલતાં દિગ્દર્શિક જતિન વાગળે કહે છે, “કમાન્ડર કરણ સકસેનાની વાર્તા રોચક છે અને હું હંમેશાં આવું જ કાંઈક કરવા માગતો હતો. અમિત ખાનના પાત્રમાં ભરપૂર જીવન છે. તે અમારા પ્રેમ અને જોશનું ફળ છે અને મને વિશ્વાસ છે કે ડિઝની+ હોટસ્ટાર પર અમારા દર્શકોમાં તે અગ્નિ પ્રગટાવીને રહેશે. ગુરમીત તેની પોતાની દરેક ખૂબીઓ સાથે કમાન્ડર કરણ સકસેનામાં પ્રાણ ફૂંક્યો છે. આ ભૂમિકામાં હું અન્ય કોઈને વિચારી નહીં શકું. હું દર્શકો આ સિરીઝ જોઈને કેવો પ્રતિસાદ આપે છે તે જોવા ઉત્સુક છું.”
કમાન્ડર કરણ સકસેનાની ભૂમિકા ભજવતો ગુરમીત ચૌધરી કહે છે, “કમાન્ડર કરણ સકસેના મારે માટે અત્યંત વિશેષ છે. હું આપણા રાષ્ટ્રની સેવા કરતા બધા જ અધિકારીઓને મનઃપૂર્વક સલામ કરું છું. આ વીરોથી પ્રેરિત પાત્ર ભજવવું તે મારા માટે બહુ જ સન્માનજનક છે. મારું પાત્ર કરણ સમર્પિતતા, સખત મહેનત અને સાહસનાં પ્રતીક છે, જે ગુણો હું પોતાની અંદર હંમેશાં કેળવવા માગતો હતો અને પડદા પર તેને જીવંત લાવવાથી મારી અંદરની ખૂબીઓ મજબૂત બની છે. હું તેના જેવો જ બનવા માગતો હતો. હવે ટ્રેલર બહાર આવી ગયું છે ત્યારે હું દર્શકો કેવો પ્રતિસાદ આપશે તે જોવા રોમાંચિત છું. ડિઝની+ હોટસ્ટાર પર ઘણું બધું આ’વાનું છે અને હું તે બધા જ અનુભવે તે જોવા માટે ઉત્સુક છું.”
આ સિરીઝ વિશે બોલતાં આઈએસઆઈના પ્રમુખ નસીરની ભૂમિકા ભજવતા ઈકબાલ ખાન કહે છે, “આ મેં ભજવેલાં પાત્રમાંથી બહુ જ દૂષણખોર પરંતુ મજેદાર પાત્ર છે. નસીર બોલ્ડ, આક્રમક છે અને ભરપૂર જોશ અને બેસુમાર શ્રદ્ધાથી પ્રેરિત છે. નસીર થકી મને હું અસલ જીવનમાં છું તેનાથી સાવ અલગ ખૂબીઓવાળું પાત્ર ભજવવાની મને તક મળી. તે પડકારજનક અનુભવ રહ્યો. મારા ડાયરેક્ટર જતિને મારું પાત્ર અસલ અને વિરાટ કદનું લાગે તેની ખાતરી રાખી છે અને આ કપરું કામ છે અને તેમણે તેને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. મને આશા છે કે ડિઝની+ હોટસ્ટાર અમારી સખત મહેનત દર્શકો જોઈ શકશે અને સિરીઝ માણશે. તે દર્શકોનું મન ઢંઢોળીને રહેશે.”
હૃતા દુર્ગુલે કહે છે, “કમાન્ડર કરણ સકસેનાની વાર્તા અને મારું પાત્ર રચના મારે માટે અમુક રીતે પ્રેરણાત્મક છે. તે મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી શક્તિશાળી મહિલા છે, જે કોઈ પણ અવરોધની ચિંતા કર્યા વિના ગુનાહિત અને હિંસાની દુનિયાને તોડી પાડવા કટિબદ્ધ છે. મહિલા પોલીસ અધિકારી તરીકે તે મેદાનમાં ઊભી રહેવા સાથે પુરુષોનું વર્ચસ ધરાવતા કામમાં અણધારી રીતે પોતાની તાકાત સાથે લડે છે. મેં પટકથા પ્રથમ વાંચી ત્યારે તુરંત પાત્ર પ્રત્યે દોરવાઈ ગઈ હતી. મારી અંદર અસ્તિત્વમાં છે એવું જાણતી નહોતી તે આગઝરતો ભાગ જાગૃત થયો હોય તેવું આ છે. હું ટૂંક સમયમાં આવી રહેલી આ સિરીઝ સાથે દર્શકોની અંદર પણ તે જ રોમાંચ લાવવા ડિઝની+ હોટસ્ટાર પર તે આવવાની ઉત્સુકતાથી વાટ જોઈ રહી છું!”
~ શું કમાન્ડર કરણ સકસેના સફળ થશે? મોબાઈલ પર મફતમાં જુઓ 8 જુલાઈથી, ડિઝની+ હોટસ્ટાર પર !~
#bharatmirror #bharatmirror21 #news #commanderkaransaxena #disneyhotstar #ahmedabad