મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કર્યા બાદ રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 જુલાઈ 2024:
ગુરુકુલ સ્વામીનારાયણ મંદિર ની17મી રથયાત્રા મા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ ના મનોદિવયાંગ વિદ્યાર્થી ઓનો દિવ્યાંગ રથ પણ પાંચમી વખત જોડાયો હતો.
બપોરે 2 થી 7મા આ રથ મંદિર નાં અન્ય બધા રથ ની સાથે ફર્યોહતો. રથ માં બેઠેલા 15 જેટલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ લોકો ને ચોકલેટ નો પ્રસાદ આપ્યો હતો, અને આ પરિભ્રમણ ની મઝા માણી હતી.
ગુજરાતની શાન ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતીક – ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્ર અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.
#bharatmirror #bharatmirror21 #news #gurukulrathyatra #divyangarath #gurukulswaminarayanmandir #navjeevancharitabletust #dr.harikrishnadahyabhaischoolformentallydisabled #ahmedabad