ઝોન 1 ના DCP સ્કવોડે કારગીલ પેટ્રોલ પંપ પાસેથી રેમડેસિવિર ઇન્જેકશન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો – આરોપી પાસેથી 6 રેમડેસિવિર ઇન્જેક્શન પણ જપ્ત
આરોપી જય શાહ સુરતના ડોક્ટર પાસેથી અને જુહાપુરાની રૂહી પાસેથી આ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવતો હતો, કોરોનાના કપરા કાળમાં પણ પૈસાના લાલચુ તત્વો દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારીનો સિલસિલો જારી, લોકોમાં આક્રોશ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.5
બે દિવસ પહેલાં જ રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારી કરતાં ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ત્યાં અમદાવાદ શહેરમાંથી આજે વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ઝોન 1 ના DCP સ્કવોડે ઇન્જેક્શન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી પોલીસ દ્વારા જય શાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 6 રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં કોરોનાએ મોટી સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇને સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવાઓ, રેમડેસિવિર ઇન્જેક્શન જેવી તમામ જરૂરિયાતની વસ્તુ દર્દીઓને મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના દર્દીઓ માટે ખાસ ઉપયોગી ગણતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીઓ એક બાદ એક રાજ્યના મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે
અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. ઝોન 1 ના DCP સ્કવોડે ભારે ગુપ્તતા સાથે સમગ્ર ઓપરેશન પાર પાડયુ હતુ અને કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી આરોપી જય શાહની ધરપકડ કરી લીધી હતી. પોલીસે 6 રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં કોરોનાએ મોટી સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇને સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવાઓ, રેમડેસિવિર ઇન્જેક્શન જેવી તમામ જરૂરિયાતની વસ્તુ દર્દીઓને મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના દર્દીઓ માટે ખાસ ઉપયોગી ગણતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીઓ એક બાદ એક રાજ્યના મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે
જેમાં અમદાવાદ શહેરમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. અમદાવાદના ઝોન 1 ના DCP સ્કવોડે ઇન્જેક્શન સાથે કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી જય શાહ સુરતના ડોક્ટર પાસેથી અને જુહાપુરાની રૂહી પાસેથી આ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવતો હતો. પોલીસે આરોપી પાસેથી 6 રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સરખેજનો આરોપી જય શાહ સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી કુરિયર મારફતે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવતો હતો. આરોપી જય શાહ 9 હજારમાં ઇન્જેક્શન ખરીદતો હતો અને આ ઇન્જેક્શનને તે 11 હજાર રૂપિયામાં વેચતો હતો. ત્યારે આ મામલે પોલીસે ડોક્ટર અને મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે રેમડેસિવિર ઇજેકશનના કાળાબજારીને લઇ વધુ તપાસ જારી રાખી છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ રામોલ પોલીસે પણ બાતમીના આધારે ચાર રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારી કરતાં ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આ સિવાય સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ કોરોનાની સારવારમાં કારગત એવા રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારીના કિસ્સાઓ સામે આવ્યા હતા અને તેમાં પણ સ્થાનિક પોલીસે આરોપીઓની ધરપકડ કરી આકરી કાર્યવાહી કરી છે પરંતુ હજુ સુધી કોરોનાના કપરા કાળમાં પણ પૈસાના લાલચુ તત્વો દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારીનો સિલસિલો થંભી નથી રહ્યો તેને લઇ નાગરિકોમાં આવા તત્વો પ્રત્યે ઉગ્ર આક્રોશ અને ફિટકારની લાગણી વરસી રહી છે.