નિકોલ ખાતે શરૂ કરાયેલા આ રિટેલ આઉટલેટમાં ગ્રાહક માટે તમામ સેવાઓ તેમજ HPCL શ્રેણીનાં બ્રાન્ડેડ ફ્યુઅલ, ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, તમામ પ્રકારનાં ઓટોમોટિવ લ્યુબ ઓઈલ, ફ્યુઅલ એડિટિવ્સ, ડિઝલ એકઝોસ્ટ ફલુઈડ જેવા સંપૂર્ણ ફ્યુઅલ સોલ્યુશન તેમજ ઈન્ટીગ્રેટેડ પેમેન્ટ સોલ્યુશન (IPS) મારફત પેમેન્ટ અને તમામ મોબાઈલ વોલેટસ ઉપલબ્ધ
આ આઉટલેટમાં ચોવીસ કલાકની ગ્રાહક, સુરક્ષા અને સલામતી માટે પ્રીમાઈસીસમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. ગ્રાહકો માટે મશીન દ્વારા ફ્રી અને ઝડપી ઓઈલ ચેન્જ, તમામ વાહનો માટે પીયુસી વગેરે સુવિધાઓ આ આઉટલેટમાં ઉપલબ્ધ છે – શ્રી પવનકુમાર સેહગલ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનાં ચીફ જનરલ મેનેજર રિટેલ, નોર્થ વેસ્ટ ઝોન)
અમદાવાદ, તા. 26
અમૃત મહોત્સવ ઉજવણીનાં ભાગરૂપે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનાં ચીફ જનરલ મેનેજર રિટેલ, નોર્થ વેસ્ટ ઝોન શ્રી પવનકુમાર સેહગલ દ્વારા શહેરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનાં પ્રથમ મોડેલ રિટેલ આઉટલેટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન મિલેનિયમ અમદાવાદના નિકોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા. 12 માર્ચ, 2021નાં રોજ ભારતની આઝાદીની 75મી વર્ષની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ રજૂ કર્યો હતો. HPCLમાં રિટેલ આઉટલેટ્સમાં ગ્રાહક સેવાઓને વધુ સુદૃઢ કરવાનું આયોજન મહોત્સવનાં ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી પવન સેહગલે જણાવ્યું કે, ગુજરાત આપણા મહાન સ્વતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ છે, ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે અમારા પ્રથમ મોડેલ રિટેલ આઉટલેટનો શુભારંભ કરવા આનાથી વધારે સારું સ્થાન હોઈ શકે નહી. અમે એચપીસીએલમાં અમારા રિટેલ આઉટલેટ નેટવર્ક દ્વારા લાખો ગ્રાહકોના જીવનને દૈનિક ધોરણે સ્પર્શીએ છીએ. અમે આ આઉટલેટ દ્વારા અમારો ગ્રાહક સેવાઓમાં સીમાચિન્હ સ્થાપિત કરીને અન્ય માટે પણ ઉદાહરણરૂપ બનવા પ્રતિબધ્ધ છીએ.
HPCL મિલેનિયમ અમદાવાદ, નિકોલને મોડેલ રિટેલ આઉટલેટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ રિટેલ આઉટલેટમાં ગ્રાહક માટે તમામ સેવાઓ તેમજ HPCL શ્રેણીનાં બ્રાન્ડેડ ફ્યુઅલ, ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, તમામ પ્રકારનાં ઓટોમોટિવ લ્યુબ ઓઈલ, ફ્યુઅલ એડિટિવ્સ, ડિઝલ એકઝોસ્ટ ફલુઈડ જેવા સંપૂર્ણ ફ્યુઅલ સોલ્યુશન તેમજ ઈન્ટીગ્રેટેડ પેમેન્ટ સોલ્યુશન (IPS) મારફત પેમેન્ટ અને તમામ મોબાઈલ વોલેટસ ઉપલબ્ધ છે.
આ રિટેલ આઉટલેટ NANO (No Automation No Operation) ધરાવતું ઈ-ફયુઅલ સ્ટેશન છે, જે રિટેલ આઉટલેટ કામગીરીનાં તમામ પાસાઓનું નિયંત્રણ અને પારદર્શિતા પૂરા પડે છે. વધારામાં સંપૂર્ણ ડેટાને આઉટલેટ ઓટોમેશન ડેટાબેઝ તેમજ હેડ ઓફિસ સર્વરમાં ભવિષ્યમાં રેફરન્સ અને એનાલિટીક્સ માટે સ્ટોર કરવામાં આવે છે. આ આઉટલેટમાં હરિત પગલાંનાં ભાગરૂપે રેઈન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે, જેથી જમીનમાં પાણીનાં સ્તરો ઊંચે આવી શકે.
અન્ય ગ્રાહક કેન્દ્રિત સુવિધામાં નાઈટ્રોજન ફીલીંગ અને ફ્રી પ્યોરીફાઈડ ડ્રિન્કીંગ વોટર ફેસિબીલીટી ચોવીસે કલાક ઉપલબ્ધ છે. ચોવીસ કલાકની ગ્રાહક, સુરક્ષા અને સલામતી માટે પ્રીમાઈસીસમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. ગ્રાહકો માટે મશીન દ્વારા ફ્રી અને ઝડપી ઓઈલ ચેન્જ, તમામ વાહનો માટે પીયુસી વગેરે સુવિધાઓ આ આઉટલેટમાં ઉપલબ્ધ છે.
આ રિટેલ આઉટલેટ HP Pay માટેનું સમર્પિત રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કાઉન્ટર, ફ્યુઅલ માટે HPCLનું પોતાનું પેમેન્ટ વોલેટ, એચપી ગેસ અને લ્યુબ તેમજ HPCL લોયલ્ટી પ્રોગ્રામ ડ્રાઈવ ટ્રેક પેમેન્ટ સોલ્યુશન ઉપલબ્ધ છે. આ રિટેલ આઉટલેટનું COMCO મોડલ (Company owned and managed by company officer) ધોરણે સંચાલન થાય છે. આ આઉટલેટ વ્યુહાત્મક રીતે નિકોલમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે. આ આઉટલેટ આસપાસના રહેવાસીના વાહનો અને ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ વાહનોની ફ્યુઅલ જરૂરિયાતો સંતોષવામાં સક્ષમ છે.