ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ સંખ્યાબંધ કાર્યકરોએ વિરોધ રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી પ્લે કાર્ડ અને બેનરો સાથે ઉગ્ર દેખાવો યોજયા
પેટ્રોલમાં એકસાઇઝ ડયુટી લિટરે રૂપિયા 33.89 છે તે ઘટાડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને એક લાખ ગ્રાહકોની સહીઓ સાથેનું વિશાળ મેમોરેન્ડમ મોકલવામાં આવશે – મુકેશ પરીખ
સરકારનો આર્થિક આંતકવાદ(ટેક્સ ટેરરીઝમ) નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે
પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવ નક્કી કરવા માટે સરકારે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિની આગેવાની હેઠળ ભાવ નિર્ધારણ પંચની તાત્કાલિક રચના કરવા ઉગ્ર માંગ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.10
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિ ઉપક્રમે આજે અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ ખાતે પેટ્રોલ-ડિઝલ, રસોઇ ગેસ, દૂધ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ સંખ્યાબંધ કાર્યકરોએ પ્લે કાર્ડ અને બેનરો સાથે ઉગ્ર દેખાવો યોજયા હતા અને સરકાર દ્વારા પ્રજાના માથે ઝીંકાયેલી અસહ્ય મોંઘવારીને લઇ જોરદાર વિરોધ-સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ મોંઘવારી સામે સરઘસ આકારે વિશાળ રેલી યોજી મોંઘવારીના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં એકસાઇઝ ડયુટી લિટરે રૂપિયા 33.89 છે તે ઘટાડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને એક લાખ ગ્રાહકોની સહીઓ સાથેનું વિશાળ મેમોરેન્ડમ મોકલવામાં આવશે. રૂ.30ની કોસ્ટ પ્રાઇઝનું પેટ્રોલ-ડિઝલ ગ્રાહકોને રૂ.100 કે તેથી વધુના ભાવે વેચાણ કરવામાં આવે છે. ડિઝલમાં પણ બેફામ એકસાઇઝ ડયુટી ને સરકાર દ્વારા સેસ ને વેટ વસૂલ કરવામાં આવે છે.
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે બહુ મહત્વની વાત કરતાં જણાવ્યું કે, સરકારનો આર્થિક આંતકવાદ(ટેક્સ ટેરરીઝમ) નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રસોઇ ગેસના બાટલાની સબસીડી સરકારે ચૂપચાપ બંધ કરી દીધી છે. એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધારો કરોડો મહિલા ગ્રાહકો માટે આઘાતજનક અને અસહ્ય પીડા સમાન છે.
ગ્રાહક સુરક્ષાના માધ્યમથી બિનજરૂરી ભાવવધારો, મોંઘવારી, નફાખોરી સામે સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચેતવણી આપવામાં આવશે. ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવ નક્કી કરવા માટે સરકારે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિની આગેવાની હેઠળ ભાવ નિર્ધારણ પંચની તાત્કાલિક રચના કરવી જોઇએ તેવી ઉગ્ર માંગણી પણ કરી હતી.
ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ શ્રીમતી સુચિત્રા પાલ અને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ મોંઘવારી સામે યોજાયેલા આજના વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. જો કે, અમદાવાદ સહિત રાજયભરના અને દેશભરના ગ્રાહકોના હિતમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ઝીંકાયેલી અસહનીય મોંઘવારી અને ભાવવધારાને તાત્કાલિક ધોરણે પાછા ખેંચવા પણ શ્રી મુકેશ પરીખ અને સુચિત્રા પાલે માંગણી કરી હતી.
bharatmirror #bharatmirror21 #news