“મુખ્યમંત્રી બાલ સેવા યોજના” અંતર્ગત કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં નાણાકીય સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો
કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.7
“મુખ્યમંત્રી બાલ સેવા યોજના” અંતર્ગત કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં નાણાકીય સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લામાંથી કોરોનામાં અનાથ-નિરાધાર થયેલ બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને રુ. ૪ હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લામાંથી આવા ૪૨ બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પ્રત્યેક બાળકને માસિક રુ. ૪૦૦૦ની સહાય કરવામાં આવે છે. આ તમામ બાળકોના બેંક એકાઉન્ટમાં DBT( Direcect Benefit Transfer)થી નાણાકીય સહાય જમા થશે.
અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રતિકાત્મકરૂપે ૧૨ અનાથ અને નિરાધાર બનેલાં બાળકોને સહાય હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી અનાથ-નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાલસેવા યોજના હેઠળ નાણાકીય સહાય ચૂકવી છે, જે બાળકોના પાલન-પોષણ અને ઉછેરમાં ઉપયોગી થશે”
જિલ્લા કલેકટરશ્રીએ કોરોનાકાળમાં અનાથ અને નિરાધાર બનેલા બાળકોને હરહંમેશ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને ૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે. ઉપરાંત, જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતીઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે.
bharatmirror #bharatmirror21 #news