સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં આવનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચશે
રાજકોટવાસીઓએ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવ્યો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.18
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા શ્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ સૂચના આપી છે. રાજકોટવાસીઓને હવે પાણી મુદ્દે કોઈ પારાયણ નહિ થાય. કારણ કે, રાજકોટવાસીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે મોટી ભેટ આપી છે. આગામી બે દિવસમાં સંભવત રાજકોટવાસીઓને નર્મદાનું પાણી ન્યારી ડેમ મારફતે મળતુ થઇ જાય તેની કવાયત ચાલી રહી છે.
તદનુસાર આજે સવારથી નર્મદાનું પાણી ધોળી ધજા ડેમ જે ન્યારીથી 120 કી.મી દૂર છે ત્યાંથી 500 ફૂટ જેટલી ઊંચાઈ સુધી પંમ્પિંગ કરીને ન્યારી ડેમમાં પહોંચાડવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે અધિકારીઓ કામે લાગ્યા છે. તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં આવનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમમાં પહોંચશે. ન્યારી ડેમ મારફતે આ પાણી રાજકોટ શહેરને આપવાનું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે. રાજકોટવાસીઓને પીવાના પાણી મુદ્દે બહુ મોટી રાહત થઇ છે. રાજકોટવાસીઓએ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવ્યો હતો.
bharatmirror #bharatmirror21 #news