જૂહાપુરાના કુખ્યાત કાલુ ગરદને અમ્યુકોની ગેરકાયદેસર પચાવી પાડેલ જમીન પર ઉભુ કરાયેલ બે માળનું બિલ્ડીંગ કોર્પોરેશને પોલીસની મદદથી તોડી પાડયુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વારંવારની નોટિસ છતાં કાલુ ગરદને જમીન ખાલી નહી કરતાં અમ્યુકોએ પોલીસની મદદથી સપાટો બોલાવ્યો – ભૂમાફિયાઓ અને જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડટાની લાગણી
ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુ દ્વારા કાલુ ગરદન જેવા કુખ્યાત તત્વોને તેમની ઔકાત બતાવવા આકરી કાર્યવાહી
અમદાવાદ,તા.6
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી તેની પર ગેરકાયદે રીતે બે માળનુ બિલ્ડીંગ ઉભુ કરનાર કાલુ ગરદનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ તેની તાકાતનો પરિચય કરાવ્યો હતો. અમ્યુકોએ આજે પોલીસની મદદથી કુખ્યાત કાલુ ગરદને આ જમીન પર ઉભા કરેલા બે માળાના બિલ્ડીંગ પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને જમીન ખુલ્લી કરી કબ્જો મેળવ્યો હતો. એટલું જ નહી, વધુમાં આ સમગ્ર પ્રકરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવનાર અને જમીન પચાવી પાડી તેની પર ગેરકાયદે બે માળનું બિલ્ડીંગ ઉભુ કરી દેનારા કુખ્યાત કાલુ ગરદન ઉર્ફે મહમંદ શરીફ વિરૂધ્ધ વેજલપુર પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના આ સપાટાને પગલે અન્ય ભૂમાફિયાઓ અને જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડટાની લાગણી ફેલાઇ જવા પામી છે.
અમદાવાદ શહેરના જૂહાપરા વિસ્તારમાં કુખ્યાત કાલુ ગરદન ઉર્ફે મહંમદ શરીફ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા ગેરકાયેદસર રીતે પચાવી પાડી હતી અને તેની રીતે બારોબાર બે માળનું ગેરકાયદે બિલ્ડીંગ ઉભુ કરી ગુનાહિત કૃત્ય આચર્યું હતું. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ કાલુ ગરદનને આ જગ્યા ખાલી કરી દેવા અને તેનું ગેરકાયદે બિલ્ડીંગ તોડી પાડવા વારંવાર નોટિસો પણ ફટકારી હતી પરંતુ કાલુ ગરદને અમ્યુકોની આ નોટિસોને નહી ગણકારી જમીન ખાલી કરવાનું નામ લેતો નહતો. દરમ્યાન કાલુ ગરદનની આ પ્રકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુનાહિત કૃત્ય ધ્યાન પર આવતાં આજે ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુના આદેશથી અને વેજલપુર પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખરે કાલુ ગરદનની ગેરકાયદે બિલ્ડીંગ પર ત્રાટકયુ હતુ અને અમ્યુકોની જમીન પર ઉભા કરાયેલા બે માળના કાલુ ગરદનના બિલ્ડીંગ પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી નાંખ્યું હતું.
જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં ધાક જમાવી મોહમદ શરિફ ઉર્ફે કાલુ ગરદન ઘણા કેટલા સમયથી અમ્યુકોના સંકલિત નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં કબ્જો જમાવી ગેરકાયદે રીતે બે માળનું બિલ્ડિંગ ઊભું કરી એરિયામાં જાણે રોફ જમાવતો હતો. કહેવાતા કેટલાક રાજકીય નેતાઓ અને અધિકારીઓ કાલુ ગરદનના આ ગેરકાયદે કૃત્યને છાવરી રહ્યા હતા પરંતુ આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુનું આ સમગ્ર મામલે ધ્યાન દોર્યું હતું. ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુએ કાલુ ગરદન જેવા કુખ્યાત તત્વોને તેમની ઔકાત બતાવવા આકરી કાર્યવાહી શરૂ કરી હતી અને તેના ભાગરૂપે જ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને વેજલપુર પોલીસના સ્ટાફ મદદમાં સાથે રાખી કાલુ ગરદનના બે માળના બિલ્ડીંગ પર બુલડોઝર ફેરવી કઢાયુ હતું. દેવામાં આવ્યું હતું. જેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વારંવાર નોટિસ આપી હતી છતાં પણ કાલુ ગરદન આ જમીન ખાલી કરતો નહોતો કારણ કે તેના પર કેટલાક નેતાઓ અને અધિકારીઓ તેને છાવરી રહ્યા હતા. ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુએ આવા કુખ્યાત તત્વો સામે પગલાં લેવાની ઝુંબેશ આરંભતા હવે ભૂમાફિયાઓ અને ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વોમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
bharatmirror #bharatmirror21 #news