નીરજે 87.58 ની સર્વશ્રેષ્ઠ અંતર પાર કરતાં ગોલ્ડ મેડલ ભારતને પ્રાપ્ત – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીરજ ચોપડાને ઐતિહાસિક સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા
વિશ્વભરમાં નીરજ ચોપડાએ ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવવા બદલ દેશભરમાંથી તેની પર દુઆઓ, શુભેચ્છા અને અભિનંદનનો વરસાદ
ભારતને ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ અને ભાલા ફેંકમાં 121 વર્ષ બાદ ગોલ્ડ મેડલ મળતાં દેશભરમાં ખુશી અને ભારે ઉત્સાહનો માહોલ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શ્રી ચોપડાને ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંકમાં મેડલ જીતવા બદલ કરોડ 6 કરોડના રોકડ ઈનામ અને કલાસ-1 ઓફિસર તરીકે નોકરીની બહુ મહત્વપૂર્ણ જાહેરાત કરી
નવી દિલ્હી, તા.7
ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ ભારતભરમાંથી નીરજ ચોપડા શુભેચ્છા-અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. વિશ્વભરમાં નીરજ ચોપડાએ ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવવા બદલ દેશભરમાંથી તેની પર દુઆઓ, શુભેચ્છા અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ભારતને ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ અને ભાલા ફેંકમાં 121 વર્ષ બાદ ગોલ્ડ મેડલ મળતાં દેશભરમાં ખુશી અને ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શ્રી ચોપડાને ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંકમાં મેડલ જીતવા બદલ કરોડ 6 કરોડના રોકડ ઈનામ અને કલાસ-1 ઓફિસર તરીકે નોકરીની બહુ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) સ્પર્ધામાં સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 87.58 ની સર્વશ્રેષ્ઠ અંતર પાર કરતાં ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજ પોતાના ગ્રુપમાં ટોપ પર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બીજિંગ ઓલમ્પિક બાદ આ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડાની જીત બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) ની ફાઇનલમાં નીરજ ચોપડા શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભારતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. એટલું જ નહી એથલેટિક્સમાં પણ આ ભારતનો પ્રથમ મેડલ છે.
નોંધનીય છે કે, નીરજ ચોપડા ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો બીજો ખેલાડી છે. આ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક્સ મેડલ જીતવાનો 100 વર્ષથી પણ વધારે સમયનો ઇન્તજાર ખતમ કર્યો છે. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગો લઇને આખા મેદાનમાં ચક્કર લગાવ્યા હતા. જે દ્રશ્યો જોઇ દરેક ભારતવાસીને ગર્વની લાગણીનો એહસાસ થયો હતો.
ઓલમ્પિક રમતોમાં આ ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. નીરજ ચોપડા પાસે આખા દેશને આજે ગોલ્ડ મેડલની આશા હતી જેની પર તે ખરા ઉતર્યા છે. આમ એટલા માટે છે કારણ કે તેમણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 દૂર ભાલો ફેંકી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલમ્પિકમાં ભારત અત્યાર 2 સિલ્વર અને 4 કાંસ્ય સહિત કુલ 6 મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
bharatmirror #bharatmirror21 #news