મહેસાણા સેશન્સ કોર્ટે આરોપી કિર્તી પારસંગ ચૌધરીને આગોતરા જામીન આપવાનો ધરાર ઇન્કાર કરી દીધો – બેચરાજી પોલીસ માટે હવે આરોપી કિર્તી ચૌધરીની ધરપકડનો માર્ગ મોકળો
અરજદાર વિરૂધ્ધ ગંભીર પ્રકારનો પ્રથમદર્શનીય ગુનો બને છે અને હાલ કેસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. હાલના તબક્કે જો આરોપીના આગોતરા જામીન મંજૂર કરાય તો કેસની તપાસને અસર થાય – એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેય
(વિવેક આચાર્ય દ્વારા)
મહેસાણા, તા.8
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ એવા આ કેસમાં એકસ બુલ લિ. કંપનીના આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી આજરોજ મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેયએ આકરા વલણ સાથે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવતાં હવે બેચરાજી પોલીસ માટે આ કેસમાં તેની ધરપકડનો માર્ગ મોકળો થયો છે.
મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રવકુમાર પાન્ડેયએ આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી ફગાવતાં નોંધ્યું હતું કે, અરજદાર વિરૂધ્ધ ગંભીર પ્રકારનો પ્રથમદર્શનીય ગુનો બને છે અને હાલ કેસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. હાલના તબક્કે જો આરોપીના આગોતરા જામીન મંજૂર કરાય તો કેસની તપાસને અસર થાય. ખાસ કરીને આરોપી દ્વારા કેસના સાક્ષીઓને ફોડવાની કે લાલચ તેમ જ ધાકધમકી આપવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. વળી, કેસની તપાસ નાજુક તબક્કામાં હોવાથી ન્યાયના હિતમાં આરોપીના આગોતરા જામીન મંજૂર કરી શકાય નહી. તેથી આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવે છે.
આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતું 24 જેટલા મહત્વના મુદ્દાઓ સાથેનું સોગંદનામું આ કેસના તપાસનીશ એધિકારી એવા બેચરાજી પોલીસમથકના પીએસઆઇ શ્રી એમ.જે.બારોટ દ્વારા અદાલતમાં ફાઇલ કરવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઇ કોર્ટે સોગંદનામાની બહુ જ અગત્યની બાબતો અને મુદ્દાઓની નોંધ લઇ આરોપી કિર્તી પારસંગ ચૌધરીના આગોતરા જામીન ધરાર ફગાવી દીધા હતા.
- આરોપી કિર્તી પારસંગ ચૌધરીના આગોતરા જામીન ફગાવાયા
બીજીબાજુ, આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજીનો ફરિયાદપક્ષ તરફથી જોરદાર વિરોધ કરતાં સિનિયર એડવોકેટ અરજદાર આરોપી કિર્તી પારસંગ ચૌધરી એફ.એક્સ.બુલ કંપનીમાં ચાવીરૂપ ભૂમિકામાં સંકળાયેલો હતો અને તેની પણ આ કેસમાં બહુ ગંભીર અને સક્રિય સંડોવણી છે. મરણ જનાર જયોત્સનાબહેને આપઘાત કરતાં પહેલાં વિનુભાઇને મોબાઇલ મેસેજ કરી પૈસાનું સેટીંગ થયું નથી અને હું બહુ દુઃખી છુ એમ કહી આત્મહત્યા કરી છે. આ કામના બે આરોપીઓ મરણજનારના સંબંધી હતા અને તેઓના ભરોસે પૈસા લીધા હતા. મરણ જનારે આરોપીઓ પાસે પૈસાની ઉઘરાણી કરતાં હાલના આરોપીએ એફ.એક્સ.બુલ કંપની મહેસાણાના ચેરમેન દીક્ષીત મિસ્ત્રીની સહીવાળા રૂ.66,19,000 ના ચેકો આપ્યા હતા. વધુમાં, મરણ જનાર જયોત્સનાબહેને જયારે પૈસાની માંગણી કરતાં આરોપીઓએ તેણીને થાય તે કરી લે પૈસા નહી મળે..આમ કહી તેણીને મરવા માટે મજબૂર કરેલ છે. બહુ ગંભીર કહી શકાય એવી વાત એ છે કે, પ્રસ્તુત કેસમાં મરણ જનાર જયોત્સનાબહેને આત્મહત્યા કરી ત્યારે તેણીને મૃત્યુ સમયે સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો. જેથી આરોપીના ગુનાની ગંભીરતા ઘણી વધી જાય છે. આ સિવાય સૌથી મહત્વનો પુરાવો તો એ છે કે, મરણ જનારે આત્મહત્યા પહેલાં પોતાના મોબાઇલમાં વીડિયો બનાવ્યો છે, જેમાં તેણીએ લોકોના ઉઘરાવેલા પૈસા એફ.એક્સ.બુલ કંપનીમાં આપ્યા છે અને તે ફસાઇ ગયાનું જણાવેલ છે. આ વીડિયો પણ એફએસએલની તપાસમાં મોકલાવાયો છે. આરોપી કિર્તી પારસંગ ચૌધરી વિરૂધ્ધ ગંભીર પ્રકારના ગુનાનો પ્રથમદર્શનીય કેસ બનતો હોઇ કોર્ટે તેને કોઇપણ સંજોગોમાં જામીન આપવા જોઇએ નહી.
- આરોપી કિર્તી પારસંગ ચૌધરીના આગોતરા જામીન ફગાવાયા
ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહે મહત્વનું સોગંદનામું રજૂ કરી ભારપૂર્વક કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. જો હાલના તબક્કે આરોપી કિર્તી ચૌધરીને આગોતરા જામીન અપાય તો કેસની તપાસને બહુ ગંભીર અને વિપરીત અસર થવાની દહેશત છે. વળી, આરોપીને આગોતરા જામીન અપાય તો કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડા થવાની પણ શકયતા નકારી શકાય નહી. એટલું જ નહી, આરોપી દ્વારા કેસના સાક્ષીઓ અને સાહેદોને પ્રલોભનો અને ધાકધમકી આપી પ્રભાવિત કરવાનો પ્રયાસ થાય તેવી પણ દહેશત હોઇ કોર્ટે આ તમામ પાસાઓને ધ્યાનમાં લઇ કેસની સંવેદનશીલતા અને આરોપીના ગંભીર ગુનાહિત કૃત્યને ધ્યાને લઇ તેના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષ અને ફરિયાદપક્ષની દલીલો અને સોગંદનામાને ધ્યાનમાં લીધા બાદ તેઓની દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શ્રી માધુરી પાન્ડેયએ આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, મહેસાણાની ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં હજુ દસ દિવસ પહેલાં જ મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરી(હાલ રહે.વિસનગર, જિ.મહેસાણા- મૂળ રહે.ગોકળગઢ, જિ.મહેસાણા)ની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
#bharatmirror #bharatmirror21 #news