અમદાવાદ ખાતે શકિત કન્વેન્શન સેન્ટર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે 1100 પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોને સેન્સર બેસ્ડ સ્માર્ટ સ્ટિક અર્પણ કરાતાં પ્રજ્ઞાચક્ષુજનોમાં ખુશીની લાગણી
વૈષ્ણાચાર્ય પૂજયશ્રી વ્રજરાજકુમારજી મહારાજના સાનિધ્યમાં અમદાવાદ ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સમર્પિત વિશેષ સમારંભ સંપન્ન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.18
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે વ્યો(વીવાયઓ) દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ૧૧૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્સર બેસ્ટ સ્માર્ટ ટ્રિક અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં પ્રવર્તમાન પૂરની પરિસ્થિતિમાં નાગરિકોને રાહત પહોંચાડવાના સરકારી તંત્રના કાર્યમાં સહયોગ રૂપ થવા માટે વ્યો પંચામૃત પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા પાંચ લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂપિયા પાંચ લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વિશ્વભરમાં યુવા જાગૃતિ અર્થે કાર્યરત અને ધર્મ સેવા સાથે રાષ્ટ્ર સેવા સમાજ સેવા અને માનવ સેવા અર્થે કાર્યરત સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ-વ્યો) વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીની પ્રેરણાથી અને તેમના શુભાશિષથી વિશ્વના ૧૫ દેશોમાં અને ભારતમાં 46 શહેરોમાં કાર્યરત છે ત્યારે આત્મનિર્ભર ભારતના પ્રણેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ પ્રસંગે તથા ભારતની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા બીઇંગ બ્લાઇન્ડ, બીઇંગ સ્ટ્રોંગર અભિયાન ગત થોડા મહિના અગાઉ કાર્યરત થયું હતું. જે અંતર્ગત રૂપિયા ૧૮ કરોડના ખર્ચે ભારતના એક લાખ પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ્ડ સ્માર્ટ સ્ટિક પ્રદાન કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જ અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે દ્વારા આયોજિત સમારંભમાં 1100(અગિયારસો) પ્રજ્ઞાચક્ષુઓને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્સર બેસ્ટ સ્માર્ટ કિટ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્પને વધાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વ્યો વિશ્વ પરિવાર દ્વારા કોરોના મહામારીના સમયમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું કાર્ય હોય કે પંચામૃત યોજના અંતર્ગત અને સેવા શિક્ષણ સેવા અને મેડિકલ સેવા હોય કે પછી બીઇંગ બ્લાઇન્ડ, બીઇંગ સ્ટ્રોંગર અભિયાન અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ જનોને બેસ્ટ સ્માર્ટ ટ્રિક અર્પણ કરવાનું કાર્ય હોય આ તમામ સેવાઓ દ્વારા સામાન્ય જન લાભાન્વિત બની રહ્યો છે વૈષ્ણવાચાર્ય પૂ શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી દ્વારા કાર્યરત તમામ સેવાકીય અભિયાનો પ્રત્યે તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી પરિન્દુ ભગત-કાકુજી, ધારાસભ્ય અરવિંદભાઈ, વ્યોના ટ્રસ્ટી અશોકભાઈ શાહ, કેલનભાઇ દોશી, કીરીટભાઇ શાહ, દક્ષેશભાઈ શાહ, શ્રીમતિ ટીના બેન શાહ, શ્રી દિપેશભાઈ શાહ શ્રીમતિ મનીષાબેન શાહ, શ્રી કૌશલભાઇ, પરીન ગાંધી, જીતેન્દ્ર ચૌહાણ, જગદીશચંદ્ર અગ્રવાલ, અમિતાભ જી, ડો.ભૂષણ પુનાની સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news