નીતા લીંબાચીયા, અમદાવાદ.
19 માર્ચ 2022;
હોટેલ તાજ સ્કાયલેન ખાતે 16મી માર્ચ 2022ના રોજ DLC અમદાવાદ ચેપ્ટરના પ્રારંભની જાહેરાત કરવામાં આવી. DLCના ફાઉન્ડર જિમી મિસ્ત્રી જે અમદાવાદમાં જન્મેલા પ્રથમ પેઢીના સીરીયલ આંત્રપ્રિન્યોર છે. જેમણે પરિવર્તનશીલ નેતાઓ માટે 360 સપોર્ટ સિસ્ટમ ઓફર કરવા માટે “The World’s 1st Business Platform” શોધ્યું છે. વિશ્વના સૌથી પ્રભાવશાળી સમુદાય માટે ફક્ત આમંત્રણ દ્વારા જ સભ્યપદ.
DLC, ડેલા લીડર્સ ક્લબ એ 7 દેશો અને 15 ચેપ્ટર શહેરોમાં શરૂ કરાયેલ ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને યુવા નેતાઓનો ગ્લોબલ સંમેલન છે. 18 મહિનાના ટૂંકા ગાળામાં DLC વિશ્વભરના કેટલાક પ્રતિષ્ઠિત પુરૂષો અને મહિલાઓને એકત્ર કરવામાં અને સાઇન અપ કરવામાં સફળ થયું છે. આજે અમે 56 દેશોના 2300++ સભ્યો સાથે ઊભા છીએ.
DLCના ફાઉન્ડર જિમી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “DLCનું વિઝન લોકોને “સફળતાના જીવનથી મહત્વના જીવનમાં” પરિવર્તિત કરવા માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવાનું છે. DLCનું મુખ્ય કેન્દ્ર ન્યુયોર્કમાં છે અને 12મી જૂન 2021ના રોજ માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી અને શ્રી આદિત્ય ઠાકરેજીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પ્રારંભથી, DLC, એક ટેકનોલોજી સક્ષમ વ્યવસાય અને જીવનશૈલી સામગ્રી પ્લેટફોર્મને ગ્લોબલ મીડિયા હાઉસ દ્વારા 300થી વધુ લેખોમાં આવરી લેવામાં આવ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #dlctalks #ahmedabad