અરીસો પણ તૂટ્યો હતો જયારે એને મને તૂટતા જોઈ હતી,ફર્ક માત્ર એટલો જ કે એના તૂટવાનો અવાજ આવ્યો હતો ને મારો દર વખત ની જેમ જ ગૂંગળાયો હતો,
નીચે વેરાયેલા એના દરેક ટુકડા માં મને હું દેખાતી હતી,પણ મારા વેરાયેલાં એ દરેક અદ્રશ્ય ટુકડા માં મને તું દેખાતો હતો,
વેરાયેલા કાચ ના ટુકડા ભેગા કરતા કરતા મુક આંખો એ સવાલ મંડાયો હતો કે વાંક શું હતો મારો?ત્યાં જ એક ટુકડા થી આંગળી વિંધાઇ ને મને મારો જવાબ મળી ગયો!!
~ મિશિકા
YouTube