• એમ.પી. પ્રવાસન બોર્ડના બે મેગા ફેસ્ટિવલમાં યાદગાર સાહસનો અનુભવ મળશે.
• લક્ઝરી ગ્લેમ્પિંગ અનુભવ સાથે રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ લો
• લલ્લુજી એન્ડ સન્સની સાથે મળી નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 ઓકટોબર 2023:
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ આગામી બે મહિનામાં દેશ અને રાજ્યના પ્રવાસીઓ માટે બે નવા મેગા ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. પ્રવાસન અને સંસ્કૃતિના અગ્ર સચિવ અને પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વન્યજીવોની ઉજવણી કરવા માટે 1 ડિસેમ્બરથી પ્રથમવાર કુનો ફોરેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા 27મી ઓક્ટોબરથી ગાંધી સાગર ફ્લોટિંગ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી આયોજિત ઉત્સવોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને રોમાંચક પ્રવૃત્તિઓનો અજોડ અનુભવ મળશે. લક્ઝરી ગ્લેમ્પિંગ અનુભવ પ્રદાન કરવા માટે ટેન્ટ સિટી વિકસાવવામાં આવી છે, સાથે જ સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. આ પ્રસંગે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ તહેવારો દ્વારા વન્યજીવ સંરક્ષણનો સંદેશો ફેલાવવામાં આવશે.વન્યજીવ સંરક્ષણનો સંદેશની એક સાંકળ પ્રતિક્રિયાના માધ્યમથી વધુને વધુ લોકોને જાગૃત કરાશે. આ ઉત્સવો દ્વારા લોકો વન્યજીવોને નજીકથી જાણી શકશે અને પ્રકૃતિની પર્યાવરણ વ્યવસ્થામાં તેમની મહત્વની ભૂમિકાને સમજી શકશે.
ગાંધી સાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ
મંદસૌર નજીક ગાંધી સાગરના શાંત બેકવોટર પર ગાંધી સાગર ફ્લોટિંગ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન 27 ઓક્ટોબરથી થશે. ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યની નજીક આવેલો આ ઉત્સવ સાહસ, મનોરંજન અને સંસ્કૃતિનો સંપૂર્ણ સમન્વય હશે. રોમાંચક પ્રવૃત્તિઓનો જેવી કે કાયકિંગ, જેટ સ્કીઇંગ, હોટ એર બલૂનિંગ, ઘોડેસવારી, એર ગન શૂટિંગ, સ્પીડ બોટિંગ, પેરાસેલિંગ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકાય છે. જંગલ સફારી દરમિયાન, તમને વિસ્તારના સમૃદ્ધ વન્યજીવનને જોવાની તક પણ મળશે. પરંપરાગત કલા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાદિષ્ટ ભોજન સાથે મધ્યપ્રદેશના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવામાં આવશે. ગાંધીસાગર ફોરેસ્ટ રીટ્રીટ (ટેન્ટ સિટી) ખાતે પ્રવાસીઓ સુસજ્જ અને ઓલ-વેધર ટેન્ટ્સમાં લક્ઝરી ગ્લેમ્પિંગનો અનુભવ કરી શકશે.
કુનો ફોરેસ્ટ ફેસ્ટિવલ
આગામી 1લી ડિસેમ્બરથી શરૂ થતો કુનો ફોરેસ્ટ ફેસ્ટિવલ તમને એક રોમાંચક પ્રવાસ પર લઈ જશે. લગભગ 72 વર્ષ બાદ ભારતમાં ફરીથી ચિત્તાનું આગમન પછી આ ઉત્સવ કુનો નેશનલ પાર્કના માધ્યમથી તમને જંગલોની સુંદરતાનો ઉત્તમ અનુભવ પ્રદાન કરશે. મુઘલ કાળ સાથે સંબંધ રાખવા વાળા શ્યોપુર કિલ્લો, ડોબ કુંડ અને પ્રાચીન ગુફાઓ ફરી જીવંત કરશે. અહીં તમે માર્ગદર્શિત સફારી દ્વારા વન્યજીવન વિશે જાણી શકશો, અને આ વિસ્તારમાં હાજર ચિત્તો, હરણ, બ્લુબક્સ અને સ્થળાંતરીત પક્ષીઓ જોઈ શકે છે. કુનો ફેસ્ટિવલ માત્ર એક સાહસ નહીં પણ જીવનભર ટકી રહેવાનો યાદગાર અનુભવ હશે.
ટેન્ટ સિટીઝ- ઘરથી દૂર ઘરનો આનંદ
કુનો ફોરેસ્ટ ફેસ્ટિવલ અને ગાંધી સાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ બંને તમને એક નવો અનુભવ પ્રદાન કરશે. કુદરતની વચ્ચે બનેલા લક્ઝરી ટેન્ટ સિટીઝમાં, તમે મધ્યપ્રદેશના સુંદર કુદરતી દ્રશ્યો વચ્ચે આધુનિક અને આરામદાયક જીવનશૈલીનો અનુભવ કરી શકશો.
#bharatmirror #bharatmirror21 #news #gandhisagarfloatingfestival #mp #ahmedabad