નીતા લીંબાચિયા, અમદાવાદ.
27 ઓકટોબર 2023:
આપણા શહેરનાં પ્રથમ આઈસ્ક્રીમ ઉત્પાદક પરિવારો પૈકી એક હોક્કો, એક નવી સ્વાદિષ્ટ વેરાઇટી લઈને આવ્યું છે. હોક્કો, જેનો વારસો ભાગલા પહેલાનાં ભારતનો છે, તેણે આઈસ્ક્રીમની એક વિશેષ શ્રેણી વિચારપૂર્વક તૈયાર કરી છે. જેનો ટેસ્ટ કરવા માટે સૌને આમંત્રણ આપે છે.
હોક્કો હાઉસ ઓફ યોના પરિવારનું છે, જેઓ હૅવમોર આઈસ્ક્રીમના સ્થાપકો અને ભૂતપૂર્વ પ્રમોટરો છે. તેઓએ ૨૦૧૭માં દક્ષિણ કોરિયન જૂથ લોર્ટને કંપની વેચતા પહેલાં આઈસ્ક્રીમ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી હતી.
ચોના પરિવારની હંમેશા કાંઈક નવું કરવાની ધગશ હવે હોક્કો આઈસ્ક્રીમમાં પરિણમી છે. જેનાં તાજા દૂધની મધુરતા, શ્રેષ્ઠતમ સામગ્રીથી ૧૪૦થી વધુ ફલેવર જેમાં પારંપરિક સ્વાદથી લઈને ક્રિએટીવ મિશ્રણ રજૂ થયા છે. તમે કપ, કોન, કેન્ડી, પાર્ટી પેક, કુલ્ફી, ટબ, નોવેલ્ટી, બલ્ક પેક અથવા આઈસ્ક્રીમ કેક પસંદ કરી શકો છો. હોક્કો તમારી પસંદગીના બધા સ્વાદ આવરી લેવા માટે હાજર છે.
“હોક્કો નવીનતાના અમારા વારસાને મૂર્તિમંત કરે છે, જ્યાં અમે તે મૂલ્યોને જાળવી રાખ્યા છે, જેણે અમારા પરિવારનાં આઈસ્ક્રીમને ઘરે-ઘરે ગૂંજતું નામ બનાવ્યું છે: પ્રમાણિકતા, સ્વાદ અને ઉત્કૃષ્ટતા માટેનો જુસ્સો, અમારૂં ધ્યેય કાયમી, આનંદદાયક યાદોનું સર્જન કરવાનું છે, જે અમારા ડીએનએમાં છે. કેમકે ખર્ચ તો સમય જતાં ભૂલી જવાય છે, પરંતુ ગુણવત્તા ક્યારેય ભૂલાતી નથી.” હોક્કો આઈસ્ક્રીમના સ્થાપક અને ચેરમેન પ્રદીપ ચોના કહે છે.
તેમના ૮ દાયકાના અનુભવ અને ગ્રાહકોના અમૂલ્ય પ્રતિસાદને કારણે આઈસ્ક્રીમની સ્વાદિષ્ટ શ્રેણી બનાવવામાં આવી છે. જેમાં જૂના ક્લાસિક ફ્લેવર જેવાં કે કસાટા, મટકા કુલ્ફી, રોલકટ, લોનાવાલા ચિકી અને તાજમહેલથી માંડીને બિસ્કોટી, કુકી ડો, ફિલ્ટર કોફી, બ્લુબેરી, ચીઝ કેક તથા અન્ય નવીન ફ્લેવર પણ છે. આ સિવાય એમની વિચારપૂર્વક બનાવેલી આઈસ્ક્રીમની શ્રેણી છે. જે ‘“ હેલ્થીઝ” તરીકે જાણીતી છે, જેમાં ઝીરો એડેડ સુગર છે, જે આઈસ્ક્રીમ રસિકો માટે ડાયેટ પસંદગી તથા અન્ય નિયંત્રણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.
હોક્કોએ બાવળા ખાતે ૫૦,૦૦૦ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે અતિ આધુનિક આઇસ્ક્રીમ ઉત્પાદનનો પ્લાન્ટ બનાવ્યો છે. તેઓ ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે અને થોડા સમયમાં જ તેની ક્ષમતા બમણી કરશે.
હોક્કોમાં અમારું મુખ્ય લક્ષ્ય લોકોને આનંદ પ્રદાન કરવાનું છે. જ્યાં આઈસ્ક્રીમનાં દરેક સ્કૂપ તમને યાદ અપાવે છે કે જ્યારે તમે તમારી ભાગદોડભરી જિંદગીમાંથી થોડો સમય કાઢો છો અને તે ક્ષણનો લાભ લો છો ત્યારે જીવન વધુ સારું લાગે છે, હોક્કો આઈસ્ક્રીમના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અંક્તિ ચોના કહે છે કે, “લોકોને એક મંચ પર લાવવા, યાદગાર
પળોનું સર્જન કરવા અને નવા વિચારોને પ્રેરિત કરવા માટે અને આઇસ્ક્રીમની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. આપણી ચારે બાજુ સમય સંકોચાઈ રહ્યો છે. ત્વરિત પ્રસન્નતા માટેની અતૃપ્ત ભૂખ છે. આપણે હંમેશા વર્તમાનની, અને તાકિદની સંસ્કૃતિમાં જીવીએ છીએ. કોવિંડ રોગથાળા પછીની દુનિયામાં કાર્યસ્થળ અને ઘર વચ્ચેની સીમાઓ અસ્પષ્ટ છે. આપણો સ્ક્રીન સમય વધી રહ્યો છે. અને સ્ક્રીનની આપણી લત આપણા ધ્યાનનાં ગાળાને ટૂંકાવી રહી છે. હોક્કો આની વિરુદ્ધમાં છે, અમે આશા રાખીએ છીએ કે હાથમાં હોક્કો આઈસ્ક્રીમ સાથે તમે તમારી જાતને અને વિશ્વને યાદ અપાવશો કે તમે તમારા પોતાના સ્વીટ ટાઇમ માટે હકદાર છો.
હોક્કો આઈસ્કીમ વિષે :
૨૦૨૩માં સ્થપાયેલી હોક્કો આઈસ્કીમ નવીનતાના વારસાને મૂર્તિમંત કરે છે, જે ત્રણ પેઢીઓમાં લગભગ ૮૦ વર્ષની પરંપરાનાં મૂળ ધરાવે છે. ‘અચ્છાઈ, સચ્ચાઈ અને સફાઈ’ ના મૂળ મૂલ્યોથી પ્રેરિત હોક્કો ગુણવત્તા, ટકાઉપણા, આઈસ્ક્રીમ નવીનીકરણની સીમાઓને આગળ ધપાવવા માટે સમર્પિત છે.
સ્થાપકો વિષે ઃ
લગભગ આઠ દાયકાથી ચોના પરિવાર ગુજરાતી સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યો છે. અને તેની અમારા પર કાયમી અસર રહી છે. હજારો નોકરીઓના સર્જનથી માંડીને સાંસ્કૃતિક વિકાસમાં ફાળો આપવાથી કળા ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા સુધી તેમનો પ્રભાવ આ ક્ષેત્રનાં તાંતણામાં ઊંડે સુધી વણાયેલો છે. આ બધાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સતીષ ચોનાએ અમદાવાદ રેલવે સ્ટેશન નજીક લારીથી પોતાની યાત્રા શરૂ કરી અને પછી આઈસ્ક્રીમ બનાવવાની સુંદર કળામાં નિપુણતા મેળવી. વર્ષોનાં અથાગ સમર્પણ અને તકલીફો બાદ તેમણે ૧૯૫૩માં અમદાવાદમાં રિલીફ રોડ પર તેમની પ્રથમ આઈસ્ક્રીમની દુકાન કરી, જે આજે પણ સફળતાપૂર્વક ચાલી રહી છે.
આ વર્ષોમાં ચોના પરિવારે અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં તેમની ૧૯૪૪ રેસ્ટોરેન્ટ્સ ગુજરાતમાં વિશેષ ઉત્તર ભારતીય સ્વાદ અને હોક્કો ઇટરીની આઇકોનિક ચણાપુરી રેસિપી જે ખૂબજ ગોપનીય છે તેનો પરિચય કરાવ્યો. તદુપરાંત હુબર અને હોલી દ્વારા તાજા વલોવેલા આઈસ્ક્રીમ રજૂ કર્યા અને હોકો રેડી-ટૂ-ઇટ રેન્જ દ્વારા અનેક ઘરો સુધી પહોંચવાનો સમાવેશ થાય છે.
સ્વાદિષ્ટ ભારતીય ભોજનની ઝંખના રાખતા નવા યુગના ગ્રાહકોને મૂળ સ્વાદવાળી વાનગીઓ પીરસવાના હેતુથી હોક્કો ભારતભરમાં ૧૦૦થી વધુ સ્ટોર ચલાવે છે. અને વર્જિનિયામાં તેમના સૌપ્રથમ QSR આઉટલેટ સાથે અમેરિકામાં પ્રવેશી છે. તે હવે હોક્કો સાથે આઈસ્ક્રીમનો નવો વારસો બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #hoccoiream #hoccoindustries #ahmedabad