નીતા લીંબાચિયા, અમદાવાદ.
09 ઓકટોબર 2023:
વ્યાપાર અને ધંધા માટે વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી ઓ હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. માઉન્ટ જગતસુખ હિમાચલના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલ ૧૬,૫૮૦ ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે. આ સમગ્ર આરોહણ “ડ્રગ જાગૃતિ” અભિયાન માટે કરવામાં આવ્યું હતું.
આ દળ અમદાવાદથી ૨૯ સપ્ટેમ્બરનાં દિવસે રવાના થયું હતું. મનાલી થી 6 દિવસની કઠિન ચઢાઈ બાદ ૦૬ ઓક્ટોબર નાં સવારના ૧૦ : ૨૭ વાગ્યે ટીમના ૧૨ સભ્યો ૧૬,૪૫૦ ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવામાં સફળ રહ્યા હતા. સફળતાપૂર્વક આ રોહણ પૂર્ણ કરીને આ દળ ૭ ઑક્ટોબર ના રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. આ પર્વતારોહણ કુલ 8 દિવસનું હતું.
જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી (૬૦૦૦ ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ છીકા કેમ્પ સુધી પહોંચ્યા હતા. ત્રીજા દિવસે કેમ્પ શેરી કેમ્પસાઇટ (૧૨,૫૦૦ ફૂટ) પર પહોંચી ચોથા દિવસે ટેન્ટા કેમ્પસાઇટ(૧૪,૩૫૦) અને પાંચમા દિવસે ટ્રેઇનિંગ લઈ છેવટે છઠ્ઠા દિવસે રાત્રે ૦૪ વાગે નીકળી ૬ કલાક અને ૨૭ મિનીટ ની સતત ચઢાઈ બાદ તારીખ ૬ મી ઓક્ટોબર ,૨૦૨૩ ની સવારે ૧૦ : ૨૭ એ ૧૨ સભ્યોએ માઉન્ટ જગતસુખ શિખર(૧૬,૪૫૦ ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
ત્યારબાદ ૭ મી ઓક્ટોબર ના અભિયાન પૂર્ણ કરી ટીમ મનાલી પરત ફરી હતી. આ પર્વતારોહણ એક્સપેડિશનનું આયોજન અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્વિન્સીબલ (Invincible NGO) દ્વારા કરવામાં આવ્યું હતું. આ દળનું સિલેકશન જુલાઈ માં થયું હતું અને ત્યાર બાદ આકરી તાલીમ બાદ તેમને અંતિમ ચઢાણ માટે મોકલવામાં આવ્યા હતા. પર્વતારોહણ વિશે
- માઉન્ટ જગતસુખ હિમાચલ પ્રદેશમાં પીરપંજાલ શૃંખલા માં આવેલ ૧૬,૫૮૦ ફૂટ ઊંચું શિખર છે.
- ૧૫ લોકોની ટીમમાંથી ૧૨ લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું.
- દ્રઢ મનોબળ, આકરી શારીરિક તાલીમ અને અદભૂત ટીમ વર્ક ના કારણે સફળતા મળી. તૈયારીઓ
- છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા.
- દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ કરતા હતા.
- ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓની પસંદગી કરવામાં આવી હતી.
- વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી.
- મનાલી પહોંચ્યા બાદ એક દિવસ અને ઉપર બે દિવસ માટે પોતાની તાલીમ નો મહાવરો કર્યો.
પર્વતારોહકો
(વત્સલ કથીરીયા, જયપાલસિંહ ભાટી, ગૌરાંગ પુરોહિત, મિત પ્રજાપતિ, હર્ષ ઠકકર, વિપુલ યાદવ, આમિર બુખારી, દીપ કેરિવાલા, યોગી અજયનાથ, ભાસ્કર ચોટલિયા, ધાર્મિક જાની, કરણ ચાવડા, નિમેષ રબારી, નિકુંજ અયતોડા, વિદિશા જોશી)
#bharatmirror #bharatmirror21 #news #mountjagatsukhpeakofhimachal #himachal #ahmedabad