• શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ક્રોસ કલ્ચરલ એક્સચેન્જ માટે ત્રણ વર્ષનો રોડમેપ તૈયાર કરાશે
• આંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી પ્રણાલીગત, સંસ્થાકીય અને વ્યક્તિગત પરિવર્તનને સક્ષમ કરાશે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
16 ડીસેમ્બર 2023:
યુકેની શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમય માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રિટિશ કાઉન્સિલ અને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે એક સમજૂતી પત્ર (એમઓયુ-મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતની મહત્વાકાંક્ષાઓ સાથે સંલગ્ન અને યુવાનો માટે તકોમાં વધારો કરવા, આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને સક્ષમ કરવા માટે કામ કરવામાં આવશે.
આ એમઓયુના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં બ્રિટિશ કાઉન્સિલની આગેવાની હેઠળના પ્રોજેક્ટ્સ દ્વારા વિજ્ઞાન સંશોધન ભાગીદારી વિકસાવવી, આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા શૈક્ષણિક સહયોગ અને જ્ઞાન હસ્તાંતર કરવાની સુવિધા પૂરી પાડવી, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે ઉન્નત ગતિશીલતાને પ્રોત્સાહન આપવું, નેતાઓ, અધ્યાપકો અને વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતાને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. આ સાથે NEPsના આંતરરાષ્ટ્રીયકરણ એજન્ડાના મેપિંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહેલી વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે ગુજરાત સરકારના ઉદ્યોગ MSME, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર, માનનીય કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ, માનનીય કેબિનેટ મંત્રી- રાઘવજી પટેલ, માનનીય ગૃહ રાજ્યમંત્રી, ઉદ્યોગ, સંસ્કૃતિ (પરિવહન, યુવા રમતગમત-I/C), ડૉ. હર્ષ સંઘવી, રાજ્ય સંસદીય બાબતોના મંત્રી, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકાર, પ્રફુલ પાનશેરિયા, ગુજરાત સરકારના મુખ્ય સચિવ રાજ કુમાર, ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત, એસ.જે. હૈદર, અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) મુકેશ કુમાર અને ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગની હાજરીમાં બ્રિટિશ કાઉન્સિલ સાથે કમિશનરેટ ઑફ હાયર એજ્યુકેશનના ડાયરેક્ટર પી.બી. પંડ્યા અને બ્રિટિશ કાઉન્સિલના પશ્ચિમ ભારતના ડાયરેક્ટર, રાશી જૈન વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ એમઓયુ ત્રણ સ્તર પર કાર્ય કરશે: પ્રણાલીગત, સંસ્થાકીય અને વ્યક્તિગત. પ્રણાલીગત રીતે, તે ગુજરાત અને યુકેના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો વચ્ચે શૈક્ષણિક અને સંશોધનની તકોને વિસ્તારવા નીતિ સંવાદ અને પ્રતિનિધિમંડળને સામેલ કરાશે. સંસ્થાકીય રીતે તેમાં આંતરરાષ્ટ્રીય સંબંધ અધિકારીઓની ક્ષમતા નિર્માણ, જ્ઞાનની વહેંચણી, અનુદાન અંગે માર્ગદર્શન, ભારતીય અને યુકે યુનિવર્સિટીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ભાગીદારી અને સહયોગી શિક્ષણ સમુદાયોનો સમાવેશ કરાશે. વ્યક્તિગત રીતે પ્રયાસો સહયોગ અને સંયુક્ત રીતે ભંડોળ પ્રાપ્ત ગતિશીલતા/શિષ્યવૃત્તિ તકોના માધ્યમથી નેતૃત્વ વિકાસ અને ફેકલ્ટી ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
માનનીય સંસદીય બાબતોના રાજ્ય મંત્રી, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પ્રફુલ પાનશેરિયા જણાવ્યું હતું કે, “આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે અમારો ઉદ્દેશ્ય ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો છે, જેનાથી ભારત અને યુકે વચ્ચે વ્યાપક સહયોગ સ્થાપિત કરી શકાય. આ ભાગીદારી આપણા યુવાનોની કુશળતા અને આત્મવિશ્વાસને સમૃદ્ધ બનાવશે. અમે યુકેની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે ભાગીદારી બનાવવા માટે ઉત્સુક છીએ, જે અમને અમારા સંશોધન અને વિકાસ માળખાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. જે અમને સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓના જીવન પર હકારાત્મક અસર પહોંચાડવામાં સક્ષમ બનાવશે.”
ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગે જણાવ્યું હતું કે, “અમે હંમેશા યુકે અને ભારત વચ્ચે જોડાણ વધારવા માટે કોશિશ કરી રહ્યા છીએ, જે અમે બ્રિટિશ કાઉન્સિલ અને આ કરાર દ્વારા હાંસલ કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. આ એમઓયુ બંને દેશ વચ્ચે ઉત્કૃષ્ઠ અને સમાન પ્રગતિ માટે પ્રાથમિકતાઓને સંરેખિત કરશે. સાથે મળીને અમારો ધ્યેય વિદ્યાર્થીઓના અનુભવો, રોજગારની ક્ષમતા વધારવા અને ભારત-યુકેની મજબૂત ભાગીદારીનો લાભ લઈને ગુજરાત માટે સમૃદ્ધ સામાજિક-આર્થિક ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.”
બ્રિટિશ કાઉન્સિલના પશ્ચિમ ભારતના ડિરેક્ટર રાશિ જૈને જણાવ્યું હતું કે, “અમે ભારતીય અને યુકેની સંસ્થાઓને જોડવા અને બંને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓમાં આંતરરાષ્ટ્રીયકરણને મજબૂત કરવા માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છીએ. આ એમઓયુ અને ગોઇંગ ગ્લોબલ પાર્ટનરશિપ્સ જેવા રાજ્ય સાથેના હાલના સહયોગ દ્વારા, અમે નોલેજ ટ્રાન્સફરને વધારવા, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ગતિશીલતાની તકો ઊભી કરવા અને નેતૃત્વ વિકાસ યોજનાઓની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું. અમે ટકાઉ સંબંધો સ્થાપિત કરવા આતુર છીએ જે રાજ્યના યુવાનોને પરિવર્તનકારી કૌશલ્યો અને રોજગારી પ્રદાન કરે અને તેમની મહત્વાકાંક્ષાઓ અને વૃદ્ધિને લાભ આપે છે.”
આ એમઓયુના સરળ અમલીકરણની સુવિધા માટે, ગુજરાત સરકાર અને બ્રિટિશ કાઉન્સિલના પ્રતિનિધિઓ ધરાવતા એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે, જેમાં બંને સહભાગીઓ દ્વારા પરસ્પર સંમતિ આપવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #britishcouncil #ahmedabad