નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 ડીસેમ્બર 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તારીખ 8મી ડિસેમ્બર, 2023ના રોજ રિપબ્લિક ઓફ કોરિયાના વ્યાપાર-ઉદ્યોગ સાથે સંળાયેલ અગ્રગણ્ય પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. રિપબ્લિક ઓફ કોરિયા તેમજ ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગના અગ્રણીઓ સાથે નો આ વાર્તાલાપ ફળદાયી રહ્યો હતો અને તે થકી સંભવિત સહયોગ માટેનું વાતાવરણ ઉભું થયું હતું. આ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી અજયભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ, GCCI, શ્રી અજયભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય ભાગીદારીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. તેમણે આર્થિક વૃદ્ધિ,ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા સહિયારી સમૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી હતી.
સિનિયર ઉપપ્રમુખ, GCCI, શ્રી સંદીપ એન્જીનીયરે તેમના સંબોધનમાં પ્રતિનિધિમંડળની મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે GCCI સાત દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠક કોરિયા અને ગુજરાત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તાલમેલ શોધવાની એક નોંધપાત્ર તક છે.
રિપબ્લિક ઓફ કોરિયાના અગ્રગણ્ય પ્રતિનિધિમંડળમાં નીચેના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહી હતી.
- ડૉ. સેંગ તાઈ કિમ, નેશનલ એસેમ્બલી (કોરિયા રિપબ્લિક) ના 20મા સભ્ય તેમજ કોરિયા ફ્યુચર ફોરમના પ્રમુખ
- શ્રી યોંગ-ચાન કિમ, WooriByul (ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની) ના ચેરમેન
- શ્રી ડો-ક્યોંગ જેઓંગ, જનરલ મેનેજર, એસપી સિસ્ટમ્સ (ઔદ્યોગિક રોબોટિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની)
- શ્રી ડેન્ડી સી. સોંગ, કોરિયન શિપિંગ એસોસિએશનના અધ્યક્ષ, પાયોનિયર ગ્રુપ ઓફ કંપનીઝ (શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપનીઓ)ના સ્થાપક
- શ્રી જુન યાંગ જંગ, ભૂતપૂર્વ અધ્યક્ષ, પોસ્કો
- શ્રી તાઈયોંગ લી, મેનેજિંગ ડિરેક્ટર, દોહવા ઈન્ડિયા પ્રા. લી. – દોહવા એન્જિનિયરિંગ કું. ના સ્થાનિક પ્રતિનિધિ,
મીટિંગ દરમિયાન, સહભાગીઓ દ્વારા સંરક્ષણ ઉત્પાદન, ઔદ્યોગિક રોબોટિક્સ, સ્ટીલ ઉદ્યોગ, શિપિંગ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિત સહયોગના સંભવિત ક્ષેત્રો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઇ હતી તેમજ વિચારો અને માહિતીનું આદાન પ્રદાન થયું હતું જે ગુજરાત રાજ્ય તેમજ રિપબ્લિક ઓફ સાઉથ કોરિયા વચ્ચે ભવિષ્યમાં ભાગીદારી અંગે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
જીસીસીઆઈની ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી અનિલ જૈને આભાર વ્યક્ત કરીને મીટીંગ નું સમાપન કર્યું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #ahmedabad