નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 જાન્યુઆરી 2024:
GCCI બિઝનેસ વુમન કમિટીના પ્રતિનિધિમંડળે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદીજી મુર્મુ સાથે જાન્યુઆરી, 2024ના પહેલા અવાડિયામાં શુભેચ્છા મુલાકાત કરી હતી.
જી.સી.સી.આઈ બિઝનેસ વુમન કમિટીના આ 13 સભ્યોના પ્રતિનિધિમંડળમાં ચેરપર્સન શ્રીમતી કાજલ પટેલ, કો. ચેરપર્સન શ્રીમતી પ્રાચી પટવારી અને અન્ય સભ્યોનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિએ પ્રતિનિધિ મંડળ ના તમામ સભ્યો સાથે વાર્તાલાપ કર્યો અને દરેક સભ્યના વ્યવસાય અને તેમની ઉદ્યોગસાહસિક યાત્રાને સમજવા માટે સમય ફાળવ્યો હતો.
તેઓએ પ્રતિનિધિ મંડળ ના સભ્યો સાથે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. તેઓએ ભારતના અર્થતંત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોના નોંધપાત્ર યોગદાન વિશે વાત કરી હતી. અને પ્રતિનિધિ મંડળના સભ્યોને સફળ ઉદ્યોગ સાહસિક તરીકે તેમના સમર્પિત પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા.
મહામહિમ રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં ભારતના ઝડપથી વિકસિત થઇ રહેલ અર્થતંત્ર પરત્વે મહિલા ઉદ્યોગસાહસિકો કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે પણ ચર્ચા થઈ હતી.
મહામહિમ રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાતે સભ્યોને તેમના ઉદ્યોગસાહસિક મિશન તરફ નવેસરથી પ્રયાસો કરવા માટે ખૂબ જ પ્રેરિત કર્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #businesswomencommittee #presidentsmtdraupadijimurmu #ahmedabad