નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 જાન્યુઆરી 2024:
અમદાવાદીઓનું આ વર્ષની શરૂઆત થશે સૌથી શાનદાર. કેમ કે, અમદાવાદ નો ફાઇનેસ્ટ જલસા એક્ઝિબિશન પાછો આવી ગયો છે. જ્યાંથી તમે નવા વર્ષના ટ્રેન્ડી ડ્રેસીસને તમારા વોર્ડ્રોબમાં એડ કરી શકશો અને સ્ટાઇલશ ડ્રેસિસની ખરીદી કરી શકશો. આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે જ્વેલરી, બ્રાઇડલ વેર, ફેશન એસેસરીઝ અને અન્ય ફેશનેબલ વસ્તુઓ. જલસા ઇવેન્ટ્સનું આ 185મું એક્ઝિબિશન ઉત્તરાયણ પહેલાં બે દિવસ ડી.કે. પટેલ હોલ નારણપુરા ખાતે રાખવામાં આવ્યું છે.
જલસા ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ડી.કે.પટેલ હોલ ખાતે બે દિવસ માટે લાઈફ સ્ટાઈલ જલસા એક્ઝીબીશન કરવામાં આવ્યું છે. જ્યાં તમને અલગ અલગ કેટેગરી ના સ્ટોલ જોવા મળી રહેશે.
વ્પાયાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે અને મહિલા સાહસિકોને એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જલસા એક્ઝીબિશનનું આયોજન કરાયું છે. આ એવી મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સ્ટોલ લગાવામાં આવ્યા છે. જેમણે ઘરે પ્રોડક્ટ બનાવી હતી પરંતુ ઉંચા ભાડાને કારણે હાઇ-પ્રોફાઇલ એક્ઝિબિશનમાં ભાગ લેવાનું તેમને પોષાતું નથી હોતું. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ આવી પ્રતિભાશાળી મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમની પ્રોડકટસ વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો.
ઓર્ગેનાઈઝર શિખા અગ્રવાલે એક્ઝિબિશન વિશે જણાવ્યું કે, ‘ડી.કે.પટેલ હોલમાં જલસા ઈવેન્ટનો 185મો એક્ઝિબિશન શરૂ થયો.
“અમને અમારા હૃદયની નજીકના હેતુને આગળ વધારવા જલસા એક્ઝિબિશનનું આયોજન કરતા ખુશી અનુભવીએ છીએ. અમે એ મહિલા ઉદ્યોગસાહસિકોને સ્ટોલ ફાળવ્યા છે. જેઓ તેમના ઘરે બેસીને આરામથી નવીન પ્રોડક્ટસ બનાવે છે. બજારો અને ગ્રાહકો સુધી પહોંચવામાં તેઓ જે પડકારોનો સામનો કરે છે તેને અમે ઓળખીએ છીએ. અમારો ધ્યેય આ એક્ઝિબિશનના માધ્યમથી તેમનું સમર્થન કરવાનો હતો, તેઓને તેમની રચનાઓ પ્રદર્શિત કરવા અને સંભવિત ગ્રાહકો સાથે જોડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.”
#bharatmirror #bharatmirror21 #news #jalsaexhibition #jalsaevents #ahmedabad