ઘરની હાલત જોઇને આંસુ છલકાઈ ગયા
નીતા લીંબાચિયા, અમદાવાદ.
24 જાન્યુઆરી 2024:
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા કર્પૂરી ઠાકુર (નાયી) ને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલાં મંગળવારે આ જાહેરાત કરવામાં આવી હતી. ‘જન્નનાયક’ તરીકે જાણીતા ઠાકુર સ્વતંત્રતા સેનાની અને શિક્ષક હતા.
તેઓ બિહારના પ્રથમ બિન- કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા અને બે વખત આ પદ સંભાળ્યું. ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદના કટ્ટર વિરોધી એવા ઠાકુરનું અવસાન થયું ત્યારે તેમણે વારસા તરીકે ઘર પણ છોડયું ન હતું. ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના પીતૌઢિયા ગામમાં થયો હતો.
1988માં જ્યારે તેમનું નિધન થયું ત્યારે અનેક નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. જ્યારે તેઓએ તેના ઘરની હાલત જોઈ, ત્યારે તેઓના આંસુ છલકાઈ ગયા- આટલી વિશાળ વ્યક્તિ પાસે આટલું સામાન્ય ઘર કેવી – રીતે હોઈ શકે! કર્પૂરી 1977માં જ્યારે તેમણે બિહારના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી હજુ સંભાળી જ હતી.
દિલ્હી અને પટણામાં જનતા સરકાર સત્તામાં હતી. એ વખતે લોકનાયક જેપીના જન્મદિવસ નિમિત્તે અનેક નેતાઓ પટણામાં એકઠા થયા હતા. ટોચના નેતાઓની હરોળમાં મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરજીનો ઝભ્ભો ફાટેલો હતો. આથી, ચંદ્રશેખરજીએ પોતાની શૈલીમાં લોકોને કેટલાક પૈસા દાનમાં આપવા માટે કહ્યું જેથી કર્પૂરીજી એક નવો ઝભ્ભો ખરીદી શકે.
કર્પૂરીજી પૈસા તો સ્વીકાર્યા પરંતુ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાનમાં આપી દીધા. આવા હતા કપુરી ઠાકુર.
#bharatmirror #bharatmirror21 #news #kapurithakur #formerchiefministerbihar #bihar #ahmedabad