નીતા લીંબાચિયા, અમદાવાદ.
05 ફેબ્રુઆરી 2024:
GCCI અને ICAI WIRC ની અમદાવાદ શાખા દ્વારા સંયુક્ત રીતે આજે તા:5/2/2024 ના રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે આવકવેરા કાયદાની કલમ 43B(h) ના વિશ્લેષણ પર એક ઇન્ટરેક્ટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના આવકાર પ્રવચનમાં જી.સી.સી.આઈ ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદિપ એન્જિનિયરે આવકવેરા કાયદાની કલમ 43B ના ક્લોઝ (h) ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમજ જણાવ્યું હતું કે સૂક્ષ્મ અને નાના સાહસોને સમયસર ચુકવણી અન્વયે આ કલમ કેટલી અગત્યની છે.
તેમણે તાજેતરના સુધારા ની રૂપરેખા આપી, આ કલમ ના નોન-કમ્પ્લાયન્સ અથવા તેના ખોટા અર્થઘટન ના સંભવિત પરિણામો પર ભાર મૂક્યો હતો. તેઓએ તેમના સંબોધનમાં MSMEs માટે 15/45 દિવસના પેમેન્ટ મેન્ડેટ સાથે સંકળાયેલ પડકારોનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે જી.સી.સી.આઈ ના ડાયરેક્ટ ટેક્સ ફોર્સના ચેરમેન CA (ડૉ.) જૈનિક વકીલના નેતૃત્વ હેઠળ GCCI એ આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરેલ છે તેમજ તે અંગે ઉભા થતા પ્રશ્નો ના નિરાકરણ માટે પણ જી.સી.સી.આઈ પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે ICAI ના ચેરપર્સન ડો. અંજલી ચોક્સી એ જણાવ્યું હતું કે ICAI તેમજ જી.સી.સી.આઈ દ્વારા સંયુક્ત પ્રયત્નોને પરિણામે આ સેમિનાર ખુબ જ સફળ સાબિત થશે.
CA (ડો.) જૈનિક વકીલે મુખ્ય વક્તા સીનીઅર એડવોકેટ શ્રી તુષાર હેમાણી નો પરિચય આપ્યો હતો. મુખ્ય વક્તા સિનિયર એડવોકેટ શ્રી તુષાર હેમાણીએ ઈન્કમટેક્સ એક્ટની કલમ 43B (h) અંગે વિસ્તૃત વાત કરી હતી. તેઓએ વર્ષો દરમિયાન આ સેક્સન માં કરવામાં આવેલા વિવિધ સુધારાઓ વિષે વાત કરી હતી તેમજ 43B હેઠળ ખર્ચનો દાવો ક્યારે કરી શકાય અને તેમાં કયા પ્રકારની રકમનો સમાવેશ થાય છે વગેરે અંગે વિવિધ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કલમનો લાભ માત્ર રજિસ્ટર્ડ MSMEને જ મળશે કે રિટેલર કે જથ્થાબંધ વેપારી તરીકે વેપારીઓને તે બાબત વિષે પણ શ્રોતાગણને માહિતગાર કર્યા હતા.
સેમિનારનું પ્રશ્નોત્તરી સત્ર પણ રસપ્રદ સાબિત થયું હતું તેમજ કલમ (h) સંબંધિત ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા આપવામાં મદદરૂપ બન્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #icai #wirc #ahmedabad