નીતા લીંબાચિયા, અમદાવાદ.
10 ફેબ્રુઆરી 2024:
MarkPatent.Org, એક બિન-લાભકારી સંસ્થા, જે બૌદ્ધિક સંપદા અધિકારો અને તેના ઘટકો જેવા કે ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, કોપીરાઈટ્સ, ડિઝાઈન વગેરેની જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે, તેણે આ મહિનાની 10મી અને 11મી તારીખે ઈન્ટરનેશનલ પ્રોપર્ટી રાઈટ્સ પર તેના 17મા ઈન્ટરનેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. આ વર્ષની થીમ છે “TP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ”.
સમગ્ર વિશ્વમાં થી આવેલ સ્પીકર્સ બૌદ્ધિક સંપદા અધિકારોના મહત્વ અને વ્યવસાયના વિકાસમાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા પેપર રજૂ કરશે.
ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાગા લાઇફસાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.વિરાંચી શાહ પ્રથમ દિવસે એટલે કે 10મીએ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
ડો.ઓમકાર આચાર્ય, એચ કે આચાર્ય એન્ડ કંપની, અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, દક્ષિણ કોરિયાના શ્રી મીન કી ચોઈ, યુએસએથી શ્રી કેવિન મર્ફી, ઇટાલીના સુશ્રી ઈવા ફિયામેન્ગી, યુએસએના ડો. મારિયો ગોલાબ અને શ્રી શક્તિ ધર ઓઝા, ઇન્ડિયન ટ્રેડમાર્ક ઑફિસ વિવિધ વિષયો પર પેપર્સ રજૂ કરશે જે “IP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” થીમને પૂર્ણ કરે છે. લાહોર, પાકિસ્તાનના શ્રી યાવર ઈરફાન ખાન અને એનઆઈડીના શ્રી ભાવિન કોઠારી તેમની નિષ્ણાત ટિપ્પણીઓ રજૂ કરશે.
#bharatmirror #bharatmirror21 #news #markpatent.org #ahmedabad