નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 એપ્રિલ 2024:
GCCIએ અગ્રણી વ્યાપારી અને ઉદ્યોગ એસોસિયેશનો સાથે સંયુક્ત ઉપક્રમે Viksit Bharat 2047 – ટેપિંગ ધ અપોર્ટ્યૂનીટીઝ પર AUDA ઓડિટોરિયમ, શેલા, અમદાવાદ ખાતે એક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્કલેવમાં શ્રી અમિતાભ કાંત (નિવૃત્ત IAS) મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા તેમણે ભારતના આર્થિક વિકાસમાં નીતિ આયોગના CEO અને DIPPના સચિવ તરીકે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવી ચાવીરૂપ પહેલના અમલીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શ્રી નકુલ શેરદલાલ, સેક્રેટરી, ગુજરાત ઇનોવેશન સોસાયટી,એ તમામ સહભાગીઓને આવકાર્ય હતા અને આ કોન્ક્લેવમાં ભારતની નોંધપાત્ર વિકાસ યાત્રા જે પ્રગતિ અને વિકાસ માટે રાષ્ટ્રની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેને બિરદાવી હતી. માનનીય વડા પ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, દેશ એક પરિવર્તનકારી માર્ગ પર આગળ વધ્યો છે, જેમાં સમાવેશી વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુથી નવીન પહેલો અને વ્યૂહાત્મક સુધારાઓ છે તેવું તેઓએ જણાવ્યું હતું.
શ્રી સુનિલ શાહ, ચેરમેન, ગુજરાત ઇનોવેશન સોસાયટીએ તેમના સંબોધનમાં તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો અને ભારતના ભવિષ્યને ઘડવામાં કોન્ક્લેવના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે 20 થી વધુ અગ્રણી ઉદ્યોગ એસોસિયેશનો અહીં એક પ્લેટફોર્મ પર હાજર છે , જે ભારતના વિકાસ પ્રત્યે એકીકૃત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્યો, કુશળતા અને અનુભવોનું આ સંકલન માત્ર ભારતના વ્યાપાર ઇકોસિસ્ટમની ગતિશીલતાને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે હિતધારકોની સામુહિક દ્રષ્ટિને પણ રેખાંકિત કરે છે.
શ્રી અમિતાભ કાંતે તેમના મુખ્ય વક્તવ્યમાં અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ શહેર અન્ય શહેરોને અનુસરવા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે અને જણાવ્યું હતું કે આપણે દેશની વિશાળ આર્થિક વૃદ્ધિના સાક્ષી છીએ. આ આપણા દેશનો અમૃત કાલ છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે છેલ્લા 10 વર્ષોમાં દેશની રાજકોષીય ખાધમાં નોંધપાત્ર સુધારો થયો છે, અને એક દાયકામાં અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારાઓ થયા છે, જેમ કે એક જ કર પ્રણાલી તરીકે GSTની રજૂઆત-જેણે ટેક્સનો આધાર વિસ્તૃત કર્યો છે અને દર વર્ષે કર વસૂલાતમાં વધારો થયો છે. ઇનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એ અન્ય એક મહત્વપૂર્ણ સુધારો હતો જેના કારણે ક્રેડિટ શિષ્ટાચાર અમલમાં આવ્યો, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ, જેણે રિયલ એસ્ટેટ સેક્ટરને વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા અનેક સુધારા કર્યા છે. માનનીય વડા પ્રધાનના નિર્ણાયક નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા ડિજીટલાઇઝેશન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે, જેમાંથી ઘણા યુનિકોર્નમાં રૂપાંતરિત થયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણે વિકાસને વેગ આપવાની જરૂર છે, જેના માટે આપણે સતત 9-10%ના દરે વૃદ્ધિ કરવાનો પ્રયાસ કરવો પડશે, અને આ માટે ઓછામાં ઓછા 12 રાજ્યોએ 12%ની આસપાસ વૃદ્ધિ કરવી જોઈએ અને ગુજરાતે આ વૃદ્ધિની આગેવાની લેવી જોઈએ.
શ્રી આર.આર. પટેલ, પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, શ્રોતાઓને સંબોધતા દેશની અર્થવ્યવસ્થા ના વિકાસમાં સરકારના સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી જે વિકાસ અને પ્રગતિને આગળ ધપાવવામાં ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે સુશાસન, પારદર્શિતા અને સર્વસમાવેશક આર્થિક નીતિઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગરીબી નાબૂદી માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ કરી છે.
શ્રી પથિક પટવારી, તત્કાલીન પૂર્વ પ્રમુખ, GCCI અને ચેરમેન, Indian Chamber of Commerce (ICC), ગુજરાત ચેપ્ટર એ તેમના આભાર વિધિમાં, ભારતમાં G20 સમિટની શાનદાર સફળતામાં શ્રી અમિતાભ કાંતની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો જેમાં તેઓએ વૈશ્વિક મંચ પર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા G20 શેરપા તરીકે સેવા આપી હતી. તેમણે ભારતની પ્રગતિ માટે શ્રી અમિતાભ કાંતની પ્રતિબદ્ધતા માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ કોન્કલેવનું આયોજન GCCI, ગુજરાત ઈનોવેશન સોસાયટી, ASSOCHAM, કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), FICCI, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, JITO અમદાવાદ ચેપ્ટર અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગી પ્રયાસો દ્વારા કરવામાં આવ્યું હતું તેવું તેમને જણાવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #gcci #gujaratchamberofcommerce #viksitbharat2047 #tappingtheopportunities #Indianchamberofcommerce #icc #ahmedabad