નીતા લીંબાચિયા, અમદાવાદ.
02 એપ્રિલ 2024:
ભારતીય દર્શકોને સીમાપાર વાર્તાઓની દુનિયામાં લઈ જતી અને તેની હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ઓળખાતી અવ્વલ ચેનલ ઝિંદગી દર્શકોને આ એપ્રિલમાં ભાવનાઓના અવિસ્મરણીય પ્રવાસે લઈ જવા માટે સુસજ્જ છે. તમારી આંખોમાંથી પાણી લાવી દે તેવી પળોથી લઈને તમને પેટ પકડાવીને હસાવતાં દ્રશ્યો સુધી અને પ્રેમની હૃદયસ્પર્શી વાર્તાથી તમને અટકળો લગાવવા માટે પ્રેરિત કરતી રોચક વાર્તાઓ સુધી ઝિંદગીના કાર્યક્રમો ભાવનાઓનો ખજાનો છે.
હાનિયા આમિર, ફરહાન સઈદ, સજલ અલી, બિલાલ અબ્બાસ ખાન, સબા કમર, સામી ખાન જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે આ મહિનાના શો નિશ્ચિત જ કાયમી પ્રભાવ પાડશે. #KuchAchaDikhaoના જોશને અંગીકાર કરતાં ઝિંદગીનું લક્ષ્ય અપેક્ષાઓની પાર જવાનું અને દરેક સાથે સુમેળ સાધે તેવું ઉત્તમ મનોરંજન પૂરું પાડવાનું છે. તો ઝિંદગી રોચક વાર્તાઓ અને અદભુત અભિનય સાથે આગળ વધી રહી છે ત્યારે ભાવનાઓની આ દુનિયામાં ગળાડૂબ થવા માટે સુસજ્જ રહો.
આ એપ્રિલમાં તમારે ચૂકવા નહીં જોઈએ તેવા શોની યાદી નીચે મુજબ છેઃ
મેરે હમસફર – “મેરે હમસફર” 10મી એપ્રિલથી પ્રસારિત થશે, જે સઘન ડ્રામા અને રોમાન્સની વાર્તામાં હાનિયા આમિર અને ફરહાન સઈદ છે. બ્રિટિશ- પાકિસ્તાની મહિલા હાલા તેના પિતાએ તરછોડ્યા પછી પાકિસ્તાનમાં તેના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે. પરિવાર દ્વારા ખરાબ વ્યવહાર છતાં હમઝા સાથે તેના સંબંધો ત્યાં સુધી ખીલે છે જ્યાં સુધી ગોપનીયતા અને ગેરસમજૂતીથી તેમના સંબંધમાં તણાવ નહીં આવે. પરિવાર થકી મુશ્કેલીઓ, પ્રેમમાં દગાબાજી અને અણધાર્યા જોડાણો સાથે આ સિરીઝ તેઓ એકબીજામાં પામે ચે તે રિડેમ્પશન, માફી અને શક્તિના તેમના પ્રવાસમાં લઈ જાય છે.
સુનો ચંદા – “સુનો ચંદા” 19મી એપ્રિલથી શરૂ થશે. આ પેટ પકડાવીને હસાવનારી કોમેડીમાં ઈકરા અઝીઝ, ફરહાન સઈદ, મશાલ ખાન, નબીલ ઝુબેરી, સમીના અહમદ, નાદિયા અફઘાન અને ફરહાન અલી આગા છે. વાર્તા કઝિન્સ અર્સલ અને અજિયા ફરતે વીંટળાયેલી છે, જેઓ તેમના પરિવારમાં રોમાંચ વચ્ચે તેમના બાકી લગ્ન સ્વાગત સમારંભ પડતો મૂકવા માટે ગોપનીય રીતે કાવતરું ઘડે છે. જોકે તેમની યોજના બહાર આવે તેમ અણદેખીતી સંજોગો ધાંધલ અને હાસ્ય લાવે છે, જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે અને તેમને જકડી રાખશે. હાસ્ય અને ડ્રામાના સંમિશ્રણ સાથે આ શો જોવાની મજા આવશે અને તમે સતત વધુ માટે માગણી કરતા રહેશે.
કુછ અનકહી – પહેલી વાર 16મી એપ્રિલે પ્રસારિત થનારી આ સોશિયલ રોમાન્સ કોમેડી વિવિધ પાર્શ્વભૂના પરિવારની ગતિશીલતા, મહિલાની સામાજિક પ્રગતિ અને પાત્રો આલેખિત કરે છે. વાર્તા આલિયા ફરતે વીંટળાયેલી છે, જે રિયલ એસ્ટેટમાં મધ્યમ વર્ગની મહિલા પડકારોનો સામનો કરે છે, કારણ કે તેના પિતા આગા જાન મિલકતનો કેસ લડી રહ્યો છે. વ્યાવસાયિક દુશ્મની અને અંગત સંઘર્ષ વચ્ચે આલિયાનું જીવન સલમાન સાથે આંતરગૂંથાય છે, જે અણધાર્યા વળાંકો અને ભાવનાત્મક ઊંડાણ લાવે છે. સજલ અલી, બિલાલ અબ્બાસ ખાન, શેહરયાર મુનાવર, સૈયદ મહંમદ અહમદ, મીરા સેઠી, કુદસિયા અલી અને વનીઝા અહમદ સહિતના કલાકારો સાથે આ શો પ્રેમ, મહત્ત્વાકાંક્ષા અને આધુનિક સંબંધોની ગૂંચની રોચક વાર્તા છે.
સરાબ – “સરાબ” સાથે મંત્રમુગ્ધ કરનારા પ્રવાસ પર નીકળી પડો. શો 3જી એપ્રિલથી પહેલી વાર પ્રસારિત થવાનો છે. આ રોચક ડ્રામા અને સાઈકોલોજિકલ ફિકશનમાં સામી ખાન, સોનિયા હુસૈન, નઝીશ જહાંગીર અને ઘના અલી છે, જેની વાર્તા અણધારી હોવા સાથે મંત્રમુગ્ધ કરનારી છે. વાર્તામાં હુરૈનનો ભૂતકાળ સ્કિઝોફ્રેનિયા સાથેનો સંઘર્ષ અણધારી રીતે બહાર આવે છે. કઝિન અસ્ફના મજબૂત ટેકા સાથે તેમની પ્રેમકથા માનસિક સ્વાસ્થ્યની ગૂંચ વચ્ચે આકાર કેન્દ્રમાં આવે છે. શું પ્રેમ બધા પર જીત મેળવી શકે? શું માનસિક સ્વાસ્થ્યને પણ હરાવી શકે? આ રહસ્ય જાણવા માટે સરાબ જુઓ અને વાસ્તવિકતા અને કલ્પનાને અત્યંત રોચક રીતે આકાર લેતા જુઓ.
બાઘી
ભાંગી પડેલાં સપનાં અને નકામી સ્થિતિસ્થાપકતાની રોચક વાર્તા બાઘી કહે છે, 18મી એપ્રિલથી પ્રસારિત થનારી આ સિરીઝમાં સબા કમર, ઉસ્માન ખાલીદ બટ, ખાલીદ મલિક, અલી કાઝમી, સરમદ ખૂસત, યાસીર હુસૈન અને નિમરા ખાન છે. ફૌઝિયા મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માગે છે, પરંતુ દગાબાજીને લીધે તે શોષણ અને કઠિણાઈઓનો ભોગ બને છે. તે મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરે છે ત્યારે એક બળબળતો પ્રશ્ન ઉપસ્થિત થાય છેઃ શું ફૌઝિયા માઠી સ્થિતિઓમાંથી ઊભરીને પોતાનાં સપનાં સાકાર કરી શકશે? કટિબદ્ધતા અને જીતનો સઘન ડ્રામા જોતા રહો, જ્યાં દરેક વળાંક બાઘીના નાટકીય પ્રવાસને નવી ઊંચાઈએ લઈ જાય છે.
ઉપરાંત ઝિંદગીની યુટ્યુબ ચેનલ પર અબદુલ્લાપુર કા દેવની રોચક ફિનાલે જોવાનું ચૂકશો નહીં, જેમાં બિલાલ અબ્બાસ ખાન, સારાહ ખાન અને રઝા તલીશ છે. અંજુમ શહઝાદ દિગ્દર્શિત અને શાહિદ ડોગર લિખિત પ્રેમ અને મૈત્રીની આ ક્લાસિક વાર્તાનું આધુનિક રૂપ 12મી એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી જોઈ શકાશે. તો નોમાન ઈજાઝ, સવેરા નદીમ, અનૌશે અબ્બાસી અને અલી અન્સારીને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં ચમકાવતું નાટકીય તારણ જોવાનું ચૂકશો નહીં.
તો ટાટા પ્લે, ડિશ ટીવી, D2h અને એરટેલ થકી આ એપ્રિલમાં ઝિંદગી DTH પર વાર્તાકથનની રોચક વિશ્વમાં અવિસ્મરણીય પ્રવાસે નીકળવા માટે સુસજ્જ બનો!
#bharatmirror #bharatmirror21 #news #KuchAchaDikhao #jindgi #merehamsafal #ahmedabad