¤ ખેરાલું ખાતે નવીન એ.પી.એમ.સી માર્કેટયાર્ડનું નાયબ મુખ્યમંત્રીશ્રી દ્રારા લોકાર્પણ : સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
¤ છેલ્લ ૨૬ વર્ષથી ખેડૂતોને અપાતી વીજળીના દરોમાં એકપણ પૈસાનો વધારો ગુજરાત સરકારે કર્યો નથી: ખેડૂતો વતી સબસીડી રાજય સરકાર ઉપાડે છે
¤ ઉત્તર ગુજરાતમા કેનાલમાંથી પાઈપલાઈન દ્વારા ભરાતા તળાવોની બે કિ.મીની મર્યાદા હવે ત્રણ કિ.મી કરાઈ
¤ ખેડૂતોના પાકને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ટેકાના ભાવે ખરીદીના ભાવોમા વડાપ્રધાનશ્રીએ ઉત્તરોત્તર વધારો કર્યો
¤ ખેરાલુ ખાતે નવીન એ.પી.એમ.સી ખાતે ટેકાના ભાવે ખરીદી માટેનુ સેન્ટર પણ આગામી સમયમાં શરૂ કરાશે
¤ મહેસાણા જિલ્લાને હેરિટેજ સર્કીટ તરીકે વિકસાવવામાં મોઢેરા સૂર્યમંદિર ખાતે સોલાર સીટી, પાટણ રાણકીવાવનો જીર્ણોધ્ધાર અને વડનગર નવનીર્મિત રેલવે સ્ટેશન નવી દિશા ચીંધશે
¤ ખેરાલુ ખાતે નવ નીર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ એ.પી.એમ.સી નુ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.17
ખેરાલુ ખાતે નવીન એપી.એમ.સીના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડુતોની આવક બમણી થાય તે દિશામાં રાજય સરકાર દ્વારા અનેક ખેડુતહિતલક્ષી નિર્ણયો લેવાઇ રહ્યા છે.ખેડુતોના હિતમાં અને ખેડુતોની સરકારે 1995થી આજ દિન સુધી ગરીબ,ખેડુત,અને મધ્યમવર્ગીયના હિતોની ચિંતા કરી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીની દિર્ધદષ્ટીને પગલે રાજ્યમાં સિંચાઇ અને પીવાના પાણીની સવલતો ઉભી થઇ છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના,સુજલામ સુફલામ યોજના,સૌની યોજના સહિત અનેકવિધ યોજનાઓ થકી પાણની સમસ્યા હલ થઇ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે ખેડુતોના હિત માટે રૂપિયા 06 હજાર કરોડની સુજલામ સુફલામ યોજના આજે તારણહાર બની છે.2022માં ખેડુતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે સરકારે કમર કસી છે.તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના ખેડુતોને વીજભાર સહન ન કરવો પડે તે માટે 1995 થી આજ દિન સુધી છેલ્લા 26 વર્ષમાં ખેડૂતો માટેના વીજદરમા વધારો કરાયો નથી. આ ઉપરાંત ખેડુતોની જમીનના પાણીના તળ ઉંચા આવે તે માટે સુજલામ સુફલામ યોજના નજીકના બે કિલોમીટરના ગામમાં તળાવ ભરી આપવાની સરકારની યોજના હતી જે ખેડુતોના વ્યાપક હિતને ધ્યાને લઇને ત્રણ કિલોમીટર સુધી લંબાવીને તળાવ ભરી આપવા માટે રાજય સરકારના ખર્ચે લાઇનો જોડાણ કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે ખેડુતોને ટેકાના ભાવથી પાક વેચી શકે તે માટે ખાસ વ્યવસ્થા સરકાર દ્વારા કરાઇ છે.ખેડુતોના ઉત્પાદન પાકનો સારો ભાવ મળે તે માટે સતત જણસીઓના ભાવમાં વધારો કરાઇ રહ્યો છે..ઉત્તર ગુજરાતમાં જીવાદોરી બનેલ સુજલામ સુફલામ યોજના સહિત સૌરાષ્ટ્રની સૌની યોજનામાં સરકાર દ્વારા 15 હજાર કરોડનો ખર્ચ કરી ખેડુતોનું હિત જોયું છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ દેશના પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લા સહિત વડનગર શહેરનો જીણોર્ધાર કરાઇ રહ્યો છે જેનો શ્રેય દેશના પ્રધાનમંત્રીશ્રીને આભારી છે. વડનગર ખાતે વિવિધ વિકાસના કામો સહિત, પ્રખ્યાત સુર્યમંદિર મોઢેરા ગામમાં સોલાર પ્લાન્ટ તેમજ પાટણની રાણીનો વાવનો વિકાસથી ઉત્તર ગુજરાતનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે.
આ પ્રસંગે તેમણે ડેરીઓ દ્રારા દુધના પાવડરનો નિકાસ કરાઇ રહ્યો છે જેને પ્રોત્સાહન આપવા તેમજ લાખો પશુપાલકોના હિત માટે સરકાર દ્વારા કિલોદીઠ પાવડર નિકાસમાં આપવામાં આવતી સબસીડીની વિશેષ માહિતી આપી હતી.
દરમ્યાન રાજયના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ખેતી પ્રધાન દેશ ભારત હોવા છતાં ભુતકાળમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે રૂચી દખવાઇ ન હતી..પરંતુ 2005માં તત્કાલી મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કૃષિ મહોત્સવ શરૂ થવાના કારણે આજે ખેડુતોની આવકમાં વધારો થયો છે.કૃષિને લગતી સમસ્યાઓનુ નિરાકરણ માટે સરકારે હમેશાં તૈયારી બતાવી છે.
સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 2022માં ખેડુતોની આવક બમણી કરી ખેડુતોના જીવનમાં આમુલ પરિવર્તન થવાનું છે.ખેતપેદાશનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યમાં વિવિધ બજાર સમિતિઓ આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા પણ આવી બજાર સમિતિઓનો વિકાસ થાય તે માટે વિશેષ સબસીડી આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નવીન બની રહેલ એ.પી.એમ.સીને રૂપિયા પાંચ કરોડનું અનુંદાન આપે છે. છેલ્લા પાંચ વર્ષમાં 112 બજાર સમિતિઓને રૂપિયા 12891 લાખ જેટલી સહાય આપવામાં આપી છે.
સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ખેરાલું ખાતે 30 કરોડના ખર્ચે બનેલ નવીન એ.પી.એમ.સીમાં સરકાર દ્વારા 05.19 કરોડની સહાય અપાઇ છે તેમ જણાવી ખેડુતોના હિતમાં કામ કરી સરદાર સાહેબના ગુણોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા 30 કરોડના ખર્ચે સરદાર પટેલ એ.પી.એમ.સી સહિત સરદાર પટેલની પ્રતિમાનું ખેરાલું ખાતે અનાવરણ કર્યું હતું.આ ઉપરાંત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સન્માન તાલુકા પંચાયત.પાલિકા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્રારા કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં એ.પી.એમ.સી ચેરમેન ભીખાભાઇ ચાચરીયાએ જણાવ્યું હતું કે આપણો પાક આપણું બજાર સુત્ર અન્વયે આજે ખેરાલુંના ખેડુતોને ભવ્ય માર્કેટયાર્ડ પ્રાપ્ત થયું છે. ખેરાલુના ખેડુતોના હિત માટે સરકાર દ્વારા વિવિધ સહાય કરાઇ છે. ખેડુતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલ કામગીરી માટે ખેડુતો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અજમલજી ઠાકોર,દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી,ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ,પુર્વ ગૃહમંત્રી રજનીકાન્ત પટેલ,પુર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી,સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી,અગ્રણી જશુભાઇ પટેલ,ધીરેનભાઇ ચૌધરી,એ.પી.એમ.સી મહેસાણાના ચેરમેન ખોડાભાઇ પટેલ,અગ્રણી કૌશલ્યા કુંવરબા સહિત ખેતીવાડીના અધિકારીઓ,પદાધિકારીઓ અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
bharatmirror #bharatmirror21 #news