અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી – શહેરના જુદા જુદા ઝોનમાં આવાસો અને દુકાનોનું લોકાર્પણ કરાયુ
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અલગ અલગ ઝોનમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી
અમદાવાદ, 7
રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગ રૂપે આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મનપાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા પણ અલગ-અલગ ઝોનમાં ઉપસ્થિત રહીને અનેક કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આજે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલ ખાતે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના અધિકારીઓ અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિકાસના કામોને લઈને જયેશ રાદડિયાએ સરકારની પ્રશંસા કરી હતી. વિકાસ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા ઝોનમાં આવાસો અને દુકાનોનું લોકાર્પણ કરાયુ હતું. તો અન્ય કેટલાક વિકાસ કાર્યોનું ખાતમૂર્હુત પણ કરવામાં આવ્યું હતું.
ટાગોર હોલ ખાતે આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાની મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજરી ઉપરાંત, મ્યુનિસપિલ કોર્પોરેશન કમિશનર મુકેશ કુમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, અન્ય ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજે અમદાવાદ ઝોનમાં ઉત્તર ઝોન બાપુનગરમાં રાધા રમણની ચાલીમાં રી ડેવલપમેન્ટ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને ધારાસભ્ય વલ્લભ કાકડિયા, જગદીશ વિશ્વકર્મા અને બલરામ થાવાણી , જગદીશ પટેલ અને કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 539 આવાસો અને 50 દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મધ્ય ઝોનમાં 121 આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દક્ષિણ ઝોનમાં લાભા વોર્ડમાં 420 આવાસો અને 34 દુકાનનું ખાત મુહૂર્ત મળી ને રૂ.81.38 કરોડ ના ખર્ચે 1080 આવાસો અને 84 દુકાનોનું ખત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાપુનગરના રાધારમણ ચાલીમાં તૈયાર થયેલા આવાસનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે કરાયો હતો અને લાભાર્થીને પ્રતિકાત્મક ચાવી પણ આપવામાં આવી હતી.
bharatmirror #bharatmirror21 #news