નિયમનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાર્યવાહી – 46 એકમોને નોટિસ ફટકારાઇ તો, બે એકમો પાસેથી સ્થળ પર જ રૂ.15 હજારના દંડની વસૂલાત
જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ચાંગોદર જીઆઇડીસીની ફેકટરીઓ અને આૈદ્યોગિક અકમોમાં મચ્છરોના બ્રીડીંગ સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ
અમદાવાદ. 7
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, મેલેરિયા શાખા અને સાણંદ આરોગ્ય વિભાગ દ્વારા ચાંગોદર જી.આઇ.ડી.સી. ખાતે મેલેરિયા અને ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો નો ફેલાવો ના થાય તે માટે જી.આઇ.ડી.સી. ચાંગોદરની ફેક્ટરીઓમાં અને અન્ય નિગમોમાં ક્રોસ ચેકિંગ કરીને મચ્છરના બ્રીડીંગ સ્થળોનું ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નિયમો નું ઉલ્લંઘન કરનાર એકમો સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીઓની ટીમ દ્વારા કસૂરવાર 46 એકમોને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી હતી તો, બે એકમો પાસેથી સ્થળ પર જ રૂ.15 હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે આવેલ જી.આઈ.ડી.સી. ઔદ્યોગિક એકમોમાં અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની કુલ 16 ટીમ દ્વારા 102 કંપની (યુનિટ) માં મચ્છર બ્રીડીંગની તપાસ કામગીરી હાથ ધરાઇ હતી. આ અગાઉ 15 દિવસ પહેલા પણ આ કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન 250 જેટલા યુનિટો ની ચકાસણી કરી હતી અને એમાંથી ૭૨ જેટલા યુનિટો ને નોટિસ આપવામાં આવી હતી.
આજે ફરીથી ૭૨ યુનિટ હતા તેની ચકાસણી કરવામાં આવી અને એની સાથે સાથે અન્ય યુનિટ એટલે મળી આજે કુલ ૧૭૪ યુનિટોની ચકાસણી કરવામાં આવી જે પૈકી 46 યુનિટ ને નોટિસ આપવામાં આવી છે આ 46 પૈકી માત્ર 6 યુનિટ જુના રિપિટ થયા છે. આ તમામ યુનિટોને મચ્છર ઉત્પતી સ્થાનોનો નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી.. તથા 6 યુનિટો માં ફરીથી મચ્છરોનું બ્રીડીંગ મળતાં જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા જાત તપાસ કરી ને 2 એકમો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરી 15000 નો સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
bharatmirror #bharatmirror21 #news